પીડા સહન કરનારાઓ સાથે આપણું કશું સામ્ય હોય તેના કારણે જ આપણે કોઈ બાબતની ચિંતા કે કાળજી નથી કરતા. પરંતુ, વિશ્વ આમ જ કરે છે અને જો આપણે નહિ કરીએ તો કોણ કરશે કારણકે ઘણા ઓછાં લોકો તેમના જેવા ન હોય તેમના માટે ચિંતા કરે છે. બાંગલાદેશમાં હિન્દુઓ પર સિતમ ગુજારાય છે ત્યારે MI6 ના વડાને એવો ભય છે કે ઈસ્લામિસ્ટ કટ્ટરવાદીઓ પેલેસ્ટાઈનનો ઉપયોગ કટ્ટરતા વધારવા કરતા તેમ ISISની ઉદ્દામવાદી માનસિકતા મજબૂત બની રહી છે. પરંતુ, સવાલ એ છે કે અસરકારક કેવી રીતે બનવું. પડઘા પાડતી ચેમ્બર્સમાં બૂમબરાડા પાડવાથી કે X પર નપૂંસક રોષ ઠાલવવાથી અસર નહિ સર્જાય.
અહીં જાહેર મત, પોલિસીમેકર્સ અને ડિપ્લોમેટિક નેરેટિવ્ઝને પ્રભાવિત કરવાના લક્ષ્ય સાથે 10 અસરકારક, ઓછાં પ્રયાસે વધુ અસર ઉપજાવતી સ્ટ્રેટેજીસ દર્શાવી છે જેને યુકેસ્થિત હિન્દુઓ બાંગલાદેશમાં હિન્દુ પૂજારીની ધરપકડ, બાંગલાદેશમાં હિન્દુઓના નરસંહાર સામે પ્રતિભાવ આપવા અમલી બનાવી શકે છેઃ
1. બ્રિટિશ ડિપ્લોમેટના દાવાઓ સામે પ્રશ્ન ઉઠાવવા સોશિયલ મીડિયા પર દબાણ ઉભું કરો.
• બાંગલાદેશમાં બ્રિટિશ બિઝનેસીસની સલામતીની ખાતરીઓ આપતા બ્રિટિશ રાજદૂતો અને એમ્બેસીસના દાવાઓને સાંકળી તેમની સામે સામે પ્રશ્ન ઉઠાવતી પોસ્ટ્સમાં X અને LinkedIn જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરો અને તેને હિન્દુઓની સલામતીના વ્યાપક મુદ્દા સાથે વણી લો. બાંગલાદેશમાં બિઝનેસ કરવા ઈચ્છતા બ્રિટિશ બિઝનેસીસ વિશે તેમના નિવેદનો પર કોમેન્ટ્સ આપો. સ્પષ્ટ કરો કે આમ કરવું સલામત નથી. બાંગલાદેશમાં બિઝનેસ કરતા બ્રિટિશ બિઝનેસીસના બહિષ્કારની હાકલ કરો. બાંગલાદેશ અસુરક્ષિત નિષ્ફળ દેશ છે. વધુ એક લશ્કરી બળવો થાય અથવા પાકિસ્તાન/ ચીન ગઠબંધન દ્વારા કઠપૂતળી નશાસન ચલાવાય તે ગણતરીના સમયની બાબત છે.
ઉદાહરણઃ ‘જો બાંગલાદેશમાં હિન્દુ પૂજારીઓ અસલામત હોય તો, બ્રિટિશ બિઝનેસીસ સલામત હશે તેવો વિશ્વાસ રાખી શકાય?’ @UKinBangladesh @FCDOGovUK—તમારા નેરેટિવ્ઝની પુનઃવિચારણાનો સમય છે?’ હિન્દુઓને પ્રેમ કરો તેવી અપીલ તેમને ન કરશો. તેમના હિતોના વિષય, વેપાર અને ટેરરિઝમ વિશે અપીલ કરો.
2. હિન્દુ બહુમતીના મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ સાંસદોની સહાય લો
• સાંસદો (લેસ્ટર, હેરો અથવા વેમ્બલી જેવા મતક્ષેત્રો)ને આ તેમના મતદારમંડળને સુસંગત આ માનવ અધિકાર ચિંતાનો વિષય જણાવી સંક્ષિપ્ત અને મુદ્દાસર પત્રો લખો કે ઈમેઈલ્સ કરો અને તેમને પાર્લામેન્ટમાં આ મુદ્દાને ઉઠાવવા જણાવો. આ કામ કરે છે.
3. વેપાર અને એઈડ નીતિઓમાં અસંગતતાને હાઈલાઈટ કરો
• આવા ધાર્મિક સ્વાતંત્ર્યના ઉલ્લંઘનના મુદ્દે જાહેર ઉત્તરદાયિત્વને આગળ રાખી બાંગલાદેશ સાથે યુકેના નોંધપાત્ર વેપાર અને સહાય કમિટમેન્ટ્સનું કેવી રીતે પુનઃ મૂલ્યાંકન કરી શકાય તે બાબતે LinkedIn જેવા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ મૂકો અથવા વર્તમાનપત્રોમાં લખો.
4. વાઈરલ હેશટેગ્સ બનાવો અને શેર કરો
• #SafeHindusInBangladesh અથવા #UKBangladeshDiplomacyFail જેવા હેશટેગ્સ બનાવી લોન્ચ કરો અને સંખ્યાબંધ ટ્વીટ્સ અને પોસ્ટ્સમાં તેનો ઉપયોગ થતો રહે તેની ચોકસાઈ રાખો જેથી ઓનલાઈન ચળવળ મજબૂતી પકડે.
5. અમેરિકનો સાથે હાથ મિલાવો
• ટ્રમ્પ, તુલસી, વિવેક, ઉષા, કાશ. તમારી ભગિની સંસ્થાઓ મારફત યુએસમાં તમારા સંપર્કો શોધો અને તેમને ઉભા થઈ અવાજ ઉઠાવવા તૈયાર કરો. તુલસી અને ટ્રમ્પે સંદેશાઓ જાહેર કર્યા છે તે મેં જોયું છે. અન્યો પણ અનુસરશે. તેઓ નબળા નથી. જો બાંગલાદેશીઓએ અમેરિકન્સ સાથે આવો વર્તાવ કર્યો હોત તેમના માટે અમેરિકી બજાર બંધ થઈ જાય અને 7મો નૌકાકાફલો બંગાળના ઉપસાગરમાં આવીને ઉભો રહી ગયો હોત. રિપબ્લિકન્સ સમજી શકશે. તમે અંગૂલિનિર્દેશ કરો કે ક્રિશ્ચિયન્સ પર હુમલા થઈ રહ્યા છે. આજ રીતે તેમણે રશિયનોને અફઘાનિસ્તાનમાંથી બહાર હાંકી કાઢ્યા હતા. ચતુરાઈથી વિચારો. તમે તેમના સ્વહિતોને અપીલ કરી રહ્યા છો.
6. પ્રભાવશાળી થિન્ક ટેન્ક્સને કામે લગાવો
• ચેથામ હાઉસ અથવા હેન્રી જેક્સન સોસાયટી જેવા ઓર્ગેનાઈઝેશન્સને લખો અને આ મુદ્દો કોમનવેલ્થ રાષ્ટ્રમાં ધાર્મિક સ્વાતંત્ર્યના ધોવાણનો કેસ છે જેનાથી પ્રાદેશિક સ્થિરતાને અસર થશે તેવી દલીલ મૂકો.
7. યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલને પીટિશન કરો
• UNHRCને સંબોધી ઓનલાઈન પીટિશન સબમિટ કરો અને તેનો જોરશોરથી પ્રચાર કરો. આવી ઘટનાઓ આંતરરાષ્ટ્રીય માનવ અઘિકાર સંધિઓ હેઠળ બાંગલાદેશની જવાબદારીઓનું કેવું ઉલ્લંઘન કરે છે તેના પર ભાર મૂકો. જોકે, ઈઝરાયેલ UNHRCવિશે શું વિચારે છે તેને પણ ધ્યાનમાં રાખજો!
8. આ સ્ટોરી રિપોર્ટ કરવા સ્થાનિક મીડિયા પર દબાણ લાવો
• યુકેના સ્થાનિક ન્યૂઝપેપર્સ અને સાઉથ એશિયન કેન્દ્રિત આઉટલેટ્સના એડિટર્સને પત્રો લખો, ઓપ-એડ્સમાં લખો, તેમને પ્રશ્ન કરો કે આ માનવ અધિકારનો મુદ્દો શા માટે આવરી લેવાયો નથી. તેમને તપાસ આદરવા પ્રોત્સાહિત કરો. આ સાપ્તાહિક તો અભિયાન ચલાવે છે અને તેનું વજન પણ પડે છે. અન્ય અખબારોનું શું? તેઓ ચિંતા ન કરવી પડે તેટલી હદે જાગૃત (વોક) છે?
9. અગ્રણી બિટિશ હિન્દુઓનો સહયોગ મેળવો
• રાજકારણ, બિઝનેસ અથવા મીડિયામાં રહેલા હાઈ પ્રોફાઈલ હિન્દુઓને આ બાબતને વિશ્વભરમાં હિન્દુ કોમ્યુનિટીઓની સલામતીની ચિંતા સાથે સાંકળી જાહેરમાં બોલવા પ્રોત્સાહિત કરો. બેરોનેસ વર્માએ બાંગલાદેશની નેતાગીરીને આ વિશે લખ્યું છે. પાર્લામેન્ટમાં અન્યોને પણ આ મુદ્દે ઉત્તેજન આપો.
10. પ્રતિબંધો સાથે સંકળાયેલી એડવોકસીને આગળ વધારો
• આવાં દુર્વ્યવહારમાં સંડોવાયેલા બાંગલાદેશી સત્તાવાળાઓ સામે લક્ષ્યાંકિત પ્રતિબંધો (દા.ત. પ્રવાસ પ્રતિબંધો અથવા મિલક્તો ફ્રીઝ કરવા)ની હિમાયત કરવા માનવ અધિકાર જૂથો સાથે સહકાર સાધો જેને યુકે મેગ્નિટસ્કી સેંક્શન્સ સાથે સાંકળી શકાય.
આ તો શરૂઆત છે, તમારી પસંદ નિશ્ચિત કરી શકો છો.
(લેખક સિટી હિન્દુ નેટવર્કના ચેરમેન અને ઈન્ડિયા લીગના પ્રેસિડેન્ટ (www.theindialeague.org) છે.)