બાંગલાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને 5 ઓગસ્ટે આંતરિક બળવા થકી પદભ્રષ્ટ કરી દેવાયાં અને કેટલાક માને છે કે અમેરિકા દ્વારા આ કાવતરું ઘડાયું હોઈ શકે. સમયાંતરે આપણને સંપૂર્ણ સત્યની જાણ થશે. પીએમ શેખ હસીના સૌથી નજીકના સલામત દેશ તરીકે ભારતમાં આવી પહોંચ્યાં તે જ અરસામાં હિન્દુઓના નરસંહારની શરૂઆત થઈ ગઈ જેમાં ઈસ્લામવાદીઓ હિન્દુ સ્ત્રીઓ, હિન્દુ મંદિરો અને હિન્દુ બિઝનેસીસને નિશાન બનાવવા લાગ્યા. હવે સેંકડો હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કારની અસંખ્ય ઘટનાઓ ઘટી છે. સેંકડો હિન્દુ બિઝનેસીસને આગ લગાવાઈ અને ઘણાં હિન્દુ મંદિરો સાથે પણ આવો જ વ્યવહાર થયો.
હિન્દુઓના માનવાધિકારોનું વ્યવસ્થિત શોષણ કરાઈ રહ્યું હતું ત્યારે સત્તાવાળાઓ ગેરહાજર જ રહ્યા છે. જાગતું વોક પાશ્ચાત્ય મીડીઆ, સંસ્થાઓ રાજકારણીઓ અને કહેવાતા સેલેબ્રિટીઝનું મૌન ગર્જના કરી રહ્યું છે ત્યારે તેમની ગેરહાજરી નોંધવી રસપ્રદ રહેશે.
તમારામાંથી ઘણાને કદાચ જાણકારી નહિ હોય પરંતુ, બાંગલાદેશમાં હિન્દુઓએ નરસંહારનો સામનો કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. 1971નાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા ઈસ્ટ પાકિસ્તાનમાં ‘ઓપરેશન સર્ચલાઈટ’ શરૂ કરાયું હતું. પાકિસ્તાની ઈસ્લામવાદીઓ હિન્દુઓને નેસ્તનાબૂદ કરી નાખવાના તોફાને ચડ્યા હતા. મોટા ભાગની સ્વતંત્ર ઓથોરિટીઝ માને છે કે પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાનતરફી સ્થાનિક મિલિશિઆએ સામૂહિક હત્યા અને નરસંહારની જાતિય હિંસાના વ્યવસ્થિત અભિયાન સ્વરૂપે આશરે 3,000,000 બંગાળીઓ (મુખ્યત્વે હિન્દુઓ)ની કત્લેઆમ ચલાવી હતી અને ઓછામાં ઓછી 400,000 હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા હતા. જર્મનો દ્વારા 1940ના દાયકામાં જ્યુઈશ કોમ્યુનિટી વિરુદ્ધ આચરાયેલા નરસંહાર પછી 20મી સદીમાં આ સૌથી મોટો જનસંહાર હતો. ભારતે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતી લીધું અને ઈસ્ટ પાકિસ્તાનના લોકોને બાંગલાદેશના આઝાદ રાષ્ટ્રના નિર્માણ માટે મુક્ત કર્યા. કેવો વિરોધાભાસ છે, જે હિન્દુ બહુમતીના રાષ્ટ્ર ભારત દ્વારા બાંગલાદેશના મુસ્લિમોને પાકિસ્તાની કબજા હેઠળથી મુક્ત કરાવ્યા તેણે જ હવે બાંગલાદેશીઓ વ્યવસ્થિતપણે હિન્દુઓને સામૂહિક કત્લેઆમ અને બળાત્કારો માટે નિશાન બનાવે છે તેના સાક્ષી બની રહેવું પડ્યું છે.
બાંગલાદેશ કદી પણ આ શેતાનને કદી નિયંત્રણમાં લાવી નહિ શકે. એક દેશ તરીકે દરેક બાંગલાદેશીઓએ તેમના મસ્તક શરમથી ઝૂકાવી દેવા જોઈએ. તેઓ આજે એ જ કરી રહ્યા છે જે પાકિસ્તાને 1971માં હિન્દુઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેવાના પ્રયાસમાં કર્યું હતું. એ પાકિસ્તાનના રાક્ષસો અને બાંગલાદેશમાં ઘરઆંગણે ઉછરેલા ઈસ્લામવાદી રાક્ષસો વચ્ચે કોઈ જ તફાવત નથી.
શું તમે જાણો છો કે તે સમયે પૂર્વ બીટલ્સ ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન અને મશહૂર ભારતીય સિતારવાદક રવિ શંકર દ્વારા 1લી ઓગસ્ટ 1971ના દિવસે ‘ધ કોન્સર્ટ ફોર બાંગલાદેશ’નું આયોજન કરાયું હતું. ત્યાં સુધીમાં તે સમયે અને તે પછીના અસરગ્રસ્ત પીડિતોને સપોર્ટ કરવા આશરે 12 મિલિયન ડોલર બાંગલાદેશ મોકલી અપાયા હતા. વિધિની વક્રતા એ હતી કે ભૂખ્યાને ભોજન અને તબીબી સહાય માટે નાણાનો ઉપયોગ અને વહેંચણી સ્થાનિક હિન્દુ મંદિરના વહીવટીતંત્ર મારફતે કરાયા હતા. એક સમયે બાંગલાદેશીઓનું જીવન બચાવનાર એ જ મંદિર આજે સળગાવી દેવાયેલી હાલતમાં છે - બાંગલાદેશી કટ્ટરવાદીઓના વિશ્વાસઘાતે સમગ્ર દેશને શરમમાં નાખી દીધો છે.
વિશ્વભરના હિન્દુઓએ તેમનો અવાજ ઉઠાવ્યો છે. યુકેમાં હિન્દુ ફોરમ ઓફ દ્વારા પ્રાઈમ મિનિસ્ટરને પત્ર પાઠવી ખાતરી માગી છે કે હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓના માનવાધિકારોનું રક્ષણ કરવું આવશ્યક હોવાનું બાંગલાદેશીઓને ઠસાવવા બ્રિટિશ સરકાર તમામ શક્ય સાધનોનો ઉપયોગ કરશે. 40થી વધુ હિન્દુ સંગઠનો, મંદિરો અને કોમ્યુનિટી સેન્ટરોએ પણ વ્યક્તિગત અથવા સામૂહિકપણે પત્ર પાઠવી તેમના અવાજનો ઉમેરો કર્યો છે.
હું એ સ્વીકારું છું કે લોકશાહી રાષ્ટ્રના આંતરિક કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો અન્ય દેશોને અધિકાર નથી પરંતુ, હું એમ પણ માનું છું કે બાંગલાદેશ સમક્ષ તેના તમામ નાગરિકોનું રક્ષણ કરવાનું અથવા પરિણામો ભોગવવા તૈયાર રહેવાનું સ્પષ્ટ કરી દેવાય અન્યથા રાષ્ટ્રોને તમામ રાજદ્વારી, નાણાકીય, વેપાર-વાણિજ્ય અને સાંસ્કૃતિક સાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. વેપાર સમજૂતીઓ તત્કાળ સસ્પેન્ડ કરી શકાય અને બાંગલાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓનું રક્ષણની બાબત ભવિષ્યની તમામ સમજૂતીઓનો હિસ્સો બનાવવાનું ફરજિયાત કરી શકાય.
યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલની ઓફિસે પણ બાંગલાદેશમાં હિંસા પર કાબુ મેળવાવો જોઈએ તેમ જણાવવા સાથે ઉમેર્યું છે કે તે કોઈ પણ પ્રકારના ‘જાતિ આધારિત હુમલાઓ’ અથવા ‘જાતિ આધારિત હુમલાઓની ઉશ્કેરણી’ના વિરુદ્ધ છે.
કેર સ્ટાર્મરે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ, તેમણે અથવા તેમના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ હિન્દુઓની યાતના વિશે એક હરફ સરખો ઉચ્ચાર્યો નથી.આ બાબત પરેશાન કરનારી છે કારણકે ઘણા લોકો એમ માને છે કે આવું વર્તન લેબર પાર્ટી દ્વારા યુકેમાં તેની વોટબેન્કને જાળવવા મુસ્લિમ કોમ્યુનિટીનું તુષ્ટિકરણ કરવા જેવું છે. બાંગલાદેશ પણ પાકિસ્તાનની માફક ત્રાસવાદીઓથી ખદબદતું અસ્થિર રાષ્ટ્ર બની જશે તે હવે દીવાલ લખાયેલું દેખાય છે. કોઈને પણ આશ્ચર્ય થશે કે બાંગલાદેશના લોકો આ સમજશે અને માનશે કે તેઓ અરાજકતાની કરાડ પર ઉભેલા છે. હિન્દુઓનો ખાત્મો બોલાવી દેવાના પ્રયાસમાં બાંગલાદેશ પોતાના ખુદના વિનાશને આમંત્રી રહ્યું હોવાનું શક્ય છે.
મને બેરટોલ્ટ બ્રેખ્તના શબ્દોનું સ્મરણ થાય છે, ‘સૌ પ્રથમ વખત જણાવાયું કે આપણા મિત્રોની હત્યા કરાઈ ત્યારે ભયાનકતાની ચીસ નીકળી હતી. આ પછી, સો લોકોની કત્લેઆમ થઈ. પરંતુ, જ્યારે હજાર લોકોની હત્યા કરાઈ અને કત્લેઆમનો કોઈ અંત ન આવ્યો ત્યારે મૌનની ચાદર પથરાઈ ગઈ. જ્યારે શેતાની કાર્ય વરસતા વરસાદની જેમ આવે છે ત્યારે કોઈ કહેતું નથી કે ‘સ્ટોપ!’; જ્યારે અપરાધો વધતા જ જાય છે ત્યારે તે અદૃશ્ય બની જાય છે. જ્યારે યાતનાઓ અસહ્ય બની જાય છે ત્યારે ચીસો સંભળાતી નથી. આ ચીસો પણ ભર ઉનાળામાં વરસાદની માફક પડે છે.’