હજારહાથ વાળા તરીકે આપણે જેમની ગણના કરીએ છીએ તે ઇશ્વરે પણ અજબ ખેલ રચ્યા છે. એક તરફ એણે એવા માનવીઅોનું નિર્માણ કર્યું છે જેઅો મંગળ પર જીવન શોધે છે બીજી તરફ આ ધરતી પર એવા લોકો પણ છે જેઅો હજુ પણ આદિમાનવની જેમ જીવે છે.
જી હા, અત્રે જે તસવીર મૂકી છે તે ઇન્ડોનેશિયાના પ્રાંત પપુઆના આદિવાસીઅોની છે. ૧૯૯૨માં વિખ્યાત વોર ફોટોગ્રાફર ડોન મકકુલીને આ તસવીર લીધી હતી. જેમાં સ્થાનિક આદિવાસીઅો લગભગ અર્ધનગ્ન અવસ્થામાં તેમના તીરકામઠા સાથે દેખાય છે. આ આદિવાસીઅો માટે કહેવાય છે કે તેઅો માનવભક્ષી છે અને પોતાનામાં મસ્ત રહીને જીવે છે. આ આદિવાસીઅોની રહેણી કરણી પર ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ બની છે.