જોકે, ૭૨ વર્ષીય પેન્શનર સતિન્દરની પુત્રી અનિતા મુખરજીએ કહ્યું હતું કે તેની માતા અર્ધબધિર છે અને તેના સંગીતથી કોઈને હેરાન કરતી ન હતી. સતિન્દર ખોલીને અગાઉ પણ આ બાબતે ચેતવણીઓ અને જુલાઈ ૨૦૧૩માં ઘ્વનિ તીવ્રતાની નોટિસ અપાઈ હતી. સતિન્દર તેના કિંગ્સ હીથ, બર્મિંગહામના નિવાસ અને બગીચામાં રાત-દિવસ સાઉન્ડ એશિયા એફએમ સંગીત વગાડતી રહેતી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બર્મિંગહામ સિટી કાઉન્સિલે ખોલી સામે કરેલા કેસમાં પણ તેને દંડ કરાયો હતો. વારંવારની ફરિયાદના પગલે આરોગ્ય સત્તાવાળાએ મિસ ખોલીના રેડિયો, ટેલીવિઝન અને લેપટોપ જપ્ત કરી લીધાં હતાં.