મોદી સરકારના આઠ વર્ષ, આઠ નિર્ણયઃ જનથી ધન સુધી...

Saturday 04th June 2022 06:22 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. જેમાં જનથી લઇ ધન સાથે સંકળાયેલા સૌથી મોટા, સીમાચિહનરૂપ નિર્ણયો લીધા. પછી તે નોટબંધી હોય કે જીએસટી હોય કે આયુષ્માન ભારત, જન-ધન યોજના, ઉજ્જવલા સ્કીમ કે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ. પૌરાણિક યોગને વિશ્વભરમાં નવી ઓળખ આપવાની વાત હોય કે કોરોના સંકટમાં વિશ્વના ગરીબ દેશોની મદદ કરવાની હોય, દરેક મોરચે તેમણે દેશની છબિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો...
1) નોટબંધી: (8 નવેમ્બર 2016): 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરીને ચલણમાંથી બહાર રદ કરી નાંખી હતી. (અસરઃ 2020માં ચીનના 25.4 બિલિયનની તુલનામાં ભારતે 25.5 બિલિયન ઓનલાઇન ટ્રાન્જેક્શનનો રેકોર્ડ કર્યો. અમેરિકાને પછાડ્યું.)
2) સર્જિકલ સ્ટ્રાઇક (29 સપ્ટેમ્બર 2016): પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર હવાઇ હુમલો. (અસર: આતંકવાદને પોષતા પાડોશીને જડબાતોડ જવાબ, લોકસભા ચૂંટણી ફરી જીતી.)
3) જીએસટી (1 જુલાઇ 2017): એક દેશ - એક ટેક્સ નીતિ અમલમાં મૂકી. (અસર: જુલાઇ 2021થી દર મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર, જે એક રેકોર્ડ છે. 22 માર્ચે તો આંકડો 1,42,095 કરોડ રૂપિયાએ પહોંચ્યો.)
4) ત્રણ તલાક (1 ઓગસ્ટ 2019): ત્રણ તલાક પ્રથા ખતમ કરી. (અસર: 80 ટકા મામલા ઘટ્યા, કાયદો લાગુ થતાં પહેલાં ઉત્તર પ્રદેશમાં 63 હજાર કેસ હતા. કાયદો બન્યા બાદ 221 રહ્યા.)
5) કલમ 370 (5 ઓગસ્ટ 2019): જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી. તેનાથી રાજ્યને મળેલા તમામ વિશેષાધિકાર ખતમ કરી દેવાયા. (અસર: આરટીઇ અને મનરેગા જેવી સરકારી યોજનાઓનો લાભ કાશ્મીરી પ્રજાને પણ મળશે. અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે.)
6) સીએએ (10 જાન્યુઆરી 2020): પાડોશના દેશોમાં વસતાં પ્રવાસી ભારતીયોને નાગરિક્તા. (અસર: અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતી લોકોને લાભ થયો. આ દેશોના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવી.)
7) સરકારી બેન્કોનું મર્જર (1 એપ્રિલ 2020): મોદી સરકારે 10 મોટી સરકારી બેન્કોનું મર્જર કરીને 4 મોટી બેન્ક બનાવવાની જાહેરાત કરી. (અસર: બેન્કોનો વહીવટી ખર્ચ ઘટ્યો, અને તેમનો નફો વધ્યો. ગ્રાહકોને સારી સુવિધા ઉપલબ્ધ થઇ. બેન્કો સસ્તી અને વધુ લોન આપવા માટે સક્ષમ બની.)
8) કૃષિ કાયદો (19 નવેમ્બર 2021): ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા. (અસર: આશરે એક વર્ષથી ચાલી રહેલું ખેડૂત આંદોલન સમાપ્ત થયું.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter