યુગાન્ડન એશિયનઃ ગૌરવગાથા

Wednesday 17th June 2020 08:56 EDT
 
 

યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે તેમની પ્રશંસા કરાઈ રહી છે. ગત થોડા સપ્તાહ દરમિયાન, બ્રિટિશ સરકારે હોંગ કોંગના ૩ મિલિયન કે વધુ નાગરિકો માટે પોતાના દ્વાર ખોલ્યાં છે. યુગાન્ડન એશિયનોના અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખી બ્રિટિશ શાહી પરિવાર, રાજકીય અને જાહેર જીવનના નેતાઓ, પક્ષો અને મીડિયા દ્વારા પણ આ પહેલને વ્યાપક સમર્થન આપવામાં આવ્યું છે.

શા માટે?

૧. યુગાન્ડાના એશિયનો કોણ છે?
૨. તેઓ ૧૯મી સદીમાં યુગાન્ડા કેવી રીતે પહોંચ્યા?
૩. યુગાન્ડાના વિકાસમાં તેમનું બહુઆયામી યોગદાન કેવું રહ્યું?
૪. યુગાન્ડામાંથી તેમની હકાલપટ્ટી શા માટે અને કોના હાથે કરવામાં આવી?
૫. તેઓ યુકે કેવી રીતે આવ્યા અને વિવિધ પડકારોનો સામનો કર્યો?

યુગાન્ડન એશિયનોનું યોગદાન અનન્ય અને નોંધપાત્ર રહ્યું છે. યુગાન્ડન એશિયનો વિશે અમારા આગામી વિશેષ પ્રકાશનમાં આવા તમામ પ્રશ્નોના ઉત્તર સાથે જ ઘણી અમૂલ્ય માહિતી આપવા પ્રયાસ કરાશે. વિવિધ પ્રકારની માહિતી અને પ્રોફાઈલ્સ-જીવનવૃત્તો માટે અમારે આપની મદદ જોઈશે. આજે યુગાન્ડન એશિયનોનો બ્રિટનના સફળ રાજકારણીઓ, સ્ત્રી અને પુરુષ બિઝનેસ અગ્રણીઓ, પ્રોફેશનલ્સ, કળા અને સાંસ્કૃતિક વ્યાવસાયિકો તેમજ જીવનના અન્ય વિવિધ ક્ષેત્રોમાં સાહસી ખેડાણ કરનારા લોકોમાં સમાવેશ થાય છે.
તમે કદાચ તેમનામાંથી કેટલાકને જાણતા હશો અને આ પબ્લિકેશન મારફત વધુ લોકો વિશે જાણી શકશો.
યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને ૪ ઓગસ્ટ ૧૯૭૨ના દિવસે મુખ્યત્વે ગુજરાતી મૂળના લોકો સહિત તમામ એશિયનોની માત્ર ૯૦ દિવસમાં જ દેશ છોડી દેવા હકાલપટ્ટીનો આદેશ જાહેર કર્યો હતો. આપણા બાળકો, ગ્રાન્ડચિલ્ડ્રન અને અન્ય લોકોએ પણ તેમના વડવાઓ-પૂર્વજોની વ્યથા, સંતાપ, મુશ્કેલીઓ, પડકારો અને સિદ્ધિઓ- સફળતાઓ વિશે જાણવાની તેમજ આ રીતે બળજબરીથી કરાયેલી હકાલપટ્ટી અને તે પછી યુકે અને અન્ય દેશોમાં વસવાટ દરમિયાન તેઓ કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા હશે તે સમજવાની આવશ્યકતા છે.
આ વિશેષ પ્રકાશન યુગાન્ડન એશિયનોની કસોટીઓ અને વિજયોની ગાથા માટે સંશોધન અને સંદર્ભ સ્મરણિકાનો સર્વકાલીન સ્રોત બની રહેશે. આપ સહુની સહભાગિતા મહત્ત્વપૂર્ણ આવશ્યક અને આવકારપાત્ર છે. આ વિશિષ્ટ પ્રોજેક્ટ બાબતે આપના તરફથી એડિટોરિયલ બોર્ડ, એડવાઈઝરી પેનલ અને અગ્રદૂતો –એમ્બેસેડર્સ માટે નોમિનેશન્સ / ભલામણોને આવકારીશું.

• પ્રકાશક / તંત્રીઃ શ્રી સી.બી. પટેલ
 ([email protected])
 મેનેજિંગ એડિટર: (ગુજરાત સમાચાર)
 કોકિલાબહેન પટેલ
 ([email protected])
 કન્સલ્ટિંગ એડિટરઃ (ગુજરાત સમાચાર)
 જ્યોત્સનાબહેન શાહ
 ([email protected])
 મેનેજિંગ એડિટરઃ (Asian voice)
 રૂપાંજના દત્તા ([email protected])
 પત્રસંપર્કઃ શ્રીજિત રાજન
 ([email protected])

આવા સફળ એન્ટ્રેપ્રીન્યોર્સ અને સિદ્ધિ પ્રાપ્ત કરનારા મહાનુભાવો અને બિઝનેસીસ વિશે માહિતી પૂરી પાડી આપની સહભાગિતા અને સહકાર મેળવવા અમે ઈચ્છુક છીએ. સ્પોન્સરશિપ, એડવર્ટાઈઝમેન્ટ્સ અને એડવર્ટોરિયલ્સ આવકાર્ય અવશ્ય છે પરંતુ, ફરજિયાત નથી. યુગાન્ડાએ ૯ ઓક્ટોબર ૧૯૬૨ના દિવસે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ વિશેષ આવૃત્તિ જ્વેલ ઓફ આફ્રિકા તરીકે પણ જાણીતા અનોખા દેશની સ્વાતંત્ર્ય વર્ષગાંઠને સુસંગત યુગાન્ડા અને યુગાન્ડન એશિયનોને અમારી સુમધુર અંજલિ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter