આ ઇસ્ટર મન્ડે છે અને યુએસએના વાઈસ પ્રેસિડેન્ટ વેન્સનું તેમની ભારતીય પત્ની ઉષા બાલા ચિલુકુરી સાથે ભારતમાં આગમન થયું છે. ઉષા માટે આ તેમના પૂર્વજોના વતન આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ઘરવાપસી થવાની છે. ટ્રમ્પ વેન્સનો ઉપયોગ ખૂબ જ ચતુરાઈપૂર્વક કરી રહ્યા છે. જ્યારે યુએસ વહીવટીતંત્રમાં માર્કો રુબિયો વિદેશી બાબતો માટેના સેક્રેટરી ઓફ સ્ટેટનું સ્થાન ધરાવે જ છે, ટ્રમ્પે એવો નિષ્કર્ષ કાઢ્યાનું લાગે છે કે તેમને વિશ્વ સમક્ષ જવા એક એવા આક્રમક સાથીદારની જરૂર છે જે કેટલાક પીંછાં ખેંચી નાખે, થોડાં વૃક્ષો હલાવીને પાડી નાખે અને ભવિષ્યમાં ભાગીદારીની વધુ વિગતવાર ચર્ચાઓ માટે એક માર્કર પણ મૂકે.
મોટાભાગની આવી મુલાકાતો ટેકનિકલ દૃષ્ટિએ રીતે સત્તાવાર કે ઔપચારિક હોતી નથી અને કેટલાક સત્તાવાર કામકાજ પર નજર રાખવાના હેતુસર અર્ધ-વ્યક્તિગત તરીકે વર્ગીકૃત થાય છે. આમ છતાં વાઈસ પ્રેસિડેન્ટ હોવાના નાતે તેમને સત્તાવાર મુલાકાતના ઘણા લક્ષણો સાથે, પરંતુ ઔપચારિક નિયમોનું પાલન કરવાના બંધનો વિના સત્કારવામાં આવે છે. અને વેન્સની વાત કરીએ તો તેઓ આવા નિયમોને અવગણે છે અને આ બાબત તેમના એજન્ડા માટે સંપૂર્ણપણે રીતે કામ કરે છે.
યુએસ અને ભારત વચ્ચેના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. આખરે, મોટાભાગના યુએસ વહીવટીતંત્રોએ ભારતને બદલે આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને સમર્થન આપવાનું પસંદ કર્યું હતું. હવે બંને રાષ્ટ્રો માટે ભવિષ્યને નજરમાં રાખીને નવી ભાગીદારીની શોધખોળ કરવાની તક છે. અને જ્યારે ભવિષ્યની વાત આવે છે ત્યારે ભારત પાસે તેના પોતાના ઘણા મજબૂત કાર્ડ્સ છે.
અમેરિકાને સંબંધ છે ત્યાં સુધી, ભારત, રશિયા અને ચીનના ત્રણ દિગ્ગજોમાંથી તેને અન્ય બેની સરખામણીએ ભારત સાથે કંઈક વધુ દેખીતું અને પરસ્પર સંમતિપૂર્ણ કરવાની વધુ સારી તક છે. વેન્સનું આગમન પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે ભવિષ્યમાં યોગ્ય સમયે મહત્ત્વપૂર્ણ સત્તાવાર મુલાકાત માટે પ્લેટફોર્મ તૈયાર કરવા માટે છે.
વેપાર સોદો કરવો તે બંને રાષ્ટ્રો માટે ઉચ્ચ પ્રાથમિકતાની બાબત છે. જોકે, કહેવું એ કરવા જેટલું સરળ હોતું નથી. અમેરિકા માટે, તેઓ વૈશ્વિક બજારોમાં કે અન્યત્ર અનિયંત્રિત પ્રવેશ ઇચ્છે છે. ભારતની વાત કરીએ તો તે ઉભરી રહેલું દિગ્ગજ જે હજુ વિકાસશીલ છે. તેણે આર્થિક અને ઔદ્યોગિક વૃદ્ધિના નવા અંકુરોનું રક્ષણ કરવું જરૂરી છે.સમતુલા સાધવી અને સંમત થવાને પાત્ર ટેરિફ્સનો લક્ષ્યાંકિત ઉપયોગ કરવો એ ઘણું પડકારજનક કામ બની રહેશે. હાલમાં બંને રાષ્ટ્રો વચ્ચેનો વેપાર લગભગ 200 બિલિયન ડોલરનો છે, પરંતુ તેમની સંયુક્ત આશા આગામી 5 વર્ષની અંદર તેને નાટ્યાત્મકપણે વધારીને આશર 500 બિલિયન ડોલર સુધી લઈ જવાની છે.
તમારે એ પણ જાણવું જોઈએ કે યુએસ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાથી બનેલું ક્વાડ છે, જે ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે રચાયું છે. તેઓ બધા ટૂંક સમયમાં ભારતમાં યોજાનારી શિખર બેઠકમાં મળવા માટે તૈયાર છે.
એ પણ યાદ રાખો કે તાજેતરમાં યુએસના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ, તુલસી ગબ્બાર્ડ પણ ભારતમાં હતા. ગુડ ફ્રાઇડેના રોજ સમાચાર આવ્યા હતા કે વડા પ્રધાન મોદી સ્પેસએક્સના સીઈઓ અને અલબત્ત ટ્રમ્પના મુખ્ય સલાહકાર ઇલોન મસ્ક સાથે ચર્ચામાં હતા. આ હાઈ-પ્રોફાઇલ મુલાકાતો અને ચર્ચાઓ દ્વારા યુએસ તરફથી સ્પષ્ટ સંદેશ આવી રહ્યો છે કે તે ભારતની મિત્રતા જોઈએ છે, એટલું જ નહિ, તેને અરાજકતામાં ફસાયેલા વિશ્વમાં ભારતની મિત્રતા હાંસલ કરવાની જરૂર છે.
વેન્સનું ભારતમાં 4 દિવસ માટે રોકાણ હોવું એ એક મોટી બાબત છે. ઉષા સાંસ્કૃતિક સંબંધો અને તેમના વારસાના સંપર્કોને આગળ વધારતાં જોવાં મળશે જ્યારે વેન્સને અમેરિકન જમાઈરાજા તરીકે રજૂ કરવામાં આવશે તે પણ નિહાળવા મળશે.
ભારત વધુ તેલ, ઊર્જા અને સંરક્ષણ સાધનસામગ્રી (પાંચમી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ ઉચ્ચ પ્રાથમિકતા હોઈ શકે છે) ખરીદવાનું વચન આપીને ચર્ચાઓને મીઠીમધુર બનાવશે, જેનાથી અમેરિકન નિકાસ અને રોજગારને મદદ મળશે. જોકે, તેણે ગમે તે રીતે યુએસને ભારતના ખાદ્યબજારમાં પ્રવેશની માંગણીથી અળગું જ રાખવું પડશે. ભારત માટે તે રોજગારીના અન્ય પ્રકારોને વિકસાવી ન શકે ત્યાં સુધી પોતાના જનસમૂહોની નોકરીઓનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે.
વેન્સના પ્રવાસનું સમયપત્રક ખૂબ વ્યસ્ત જણાય છે અને તેમાં વડા પ્રધાન મોદી સાથે રાત્રિભોજન અને ઔપચારિક બેઠક, જયપુરની મુલાકાત વેળાએ આમેર કિલ્લો, હવા મહેલ, જંતર મંતર અને અન્ય સ્થળોની યાત્રા, રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં ખાસ કાર્યક્રમમાં હાજરી તેમજ અને આગ્રા, તાજમહેલ, અને શિલ્પગ્રામ (ભારતીય કલા અને હસ્તકલા માટે જાણીતું બજાર)ની પરંપરાગત યાત્રા સામેલ છે. મને ખાતરી છે કે તેઓ છેલ્લી ઘડીએ કેટલાક આશ્ચર્યો પણ ઉમેરી શકે છે.
વેન્સ ભારતમાં પરિસ્થિતિની ચકાસણી કરશે અને તેમાં તેમના ગુપ્ત હથિયાર ઉષાનો ઉપયોગ કરશે. તેમનો ઉદ્દેશ યુએસએ ભારત સાથે વ્યવહારમાં ટાળવી જોઈએ તેવી લાલ રેખાઓનો અહેસાસ મેળવવાનો છે. જો યુએસએ ખોટી ચાલ રમશે, તો તેમણે ઘણું બધુ ગુમાવવાનું જ આવશે. યુએસ આખા વિશ્વ સાથે ઝઘડો વહોરી શકે શકે તેમ નથી, ચીન પણ દુશ્મન બનાવે, અને તે જ સમયે ભારતની પણ નારાજગી વહોરે. ભારતની વાત કરીએ તો, તેણે પણ થોડું પાછું આપવું પડશે, પરંતુ મને લાગે છે કે આ વખતે તેઓ યુએસ સાથે વાટાઘાટ કરીને વાજબી વેપાર સોદો સુરક્ષિત કરવા માટે વધુ સજ્જ છે. યુએસ, રશિયા, ઇઝરાયેલ અને ઇયુ, આ બધાને ખુશખુશાલ રાખવા માટે ગુજ્જુના કરામાતી જાદુઈ સ્પર્શની જરૂર છે!