શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

આપણી કવિતાનો અમર વારસો...

- શૈયદ ‘રાઝ’ Wednesday 19th February 2025 06:17 EST
 
 

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી;
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.

ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી?
 
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.

જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.

પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.

મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.

ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તંવગર ‘રાઝ’ શી નિસ્બત તંવગરથી.




to the free, weekly Gujarat Samachar email newsletter