જ્યારે આસપાસમાં ટ્રમ્પ હોય તો દિવસ કદી કંટાળાજનક લાગે નહિ. આપણે બ્રિટિશ જેને મર્માઈટ ટેસ્ટ કહીએ તેમાં તે નવો માપદંડ છે. ટ્રમ્પ ટેસ્ટની એકમાત્ર સમસ્યા એ છે કે સંખ્યાબંધ લોકો ટ્રમ્પ પ્રત્યે તિરસ્કાર અથવા તો પ્રેમ એટલી હદ સુધી લઈ જાય છે કે જ્યાં કોઈ લોજિક નથી, કોમન સેન્સ નથી અને કોઈ તાર્કિકતા નથી. ટ્રમ્પ પાસે દરેક બટન દબાવવાની ક્ષમતા છે જે પાગલપન અથવા ફીઝિકલ બ્રેકડાઉનને ઝણઝણાવી શકે અથવા તમને એટલા આવેશ સુધી પહોંચાડે કે સૌથી વધુ શક્તિશાળી ડ્ગ્સ પણ તેની તોલે આવે નહિ.
હું એ બરાબર જાણું છું કે કોઈ પણ આર્ટિકલ લખાય જેનો વિષય ટ્રમ્પ હોય તો સેન્ડ બટન દબાવું ત્યાં સુધી તો તે આઉટ ઓફ ડેટ થઈ જાય. આથી મારે યુનિવર્સમાં ટ્રમ્પની રીતે તિરછી ગતિએ જ ચાલવું રહ્યું અને જોવું રહ્યું કે તેનો ઉત્તર 42 આવે છે કે તે બદલાઈ ગયો છે.
આપણે એક બાબત તો સ્વીકારવી જ રહી કે ટ્રમ્પે કદી તેમના ચૂંટણીપ્રચારમાં કેર સ્ટાર્મર અને તેમના મૂર્ખ હજુરિયાઓની માફક જુઠ્ઠાણું ચલાવ્યું નથી. ટ્રમ્પે આપણને જણાવ્યું હતું કે તેઓ ટેરિફ્સની સાથે ખેલ પાડશે, તેઓ ગત પાંચ દાયકા કે તેથી વધુ સમયથી ઊભાં થતાં રહેલાં બ્યુરોક્રેટિક ગાંડપણના પહાડોને તોડી પાડશે, તેઓ ટેક્સીસમાં કાપ મૂકશે, તેઓ DOGE મારફત સરકારને વધુ કાર્યક્ષમ બનાવશે, તેઓ NATOસભ્યોને થોડું હેવી લિફ્ટિંગ કરવા ફરજ પાડશે, તેઓ લૈંગિક (જેન્ડર) પાગલપણાને પાછળ ધકેલશે, તેઓ અમેરિકન શાળાઓને વોકની રાજકીય વિચારધારાથી મુક્ત બનાવશે અને આવું તો ઘણું ઘણું કહ્યું હતું.
ટ્રમ્પ તો તેમણે જે વચનો આપ્યા હતા તેને જ પાર પાડી રહ્યા છે અને આના પરિણામે, ડાબેરી તરફે સામૂહિક નિષ્ફળતા સર્જાઈ છે કારણકે પ્રેસિડેન્ટ ખરેખર તેમના વચનો અનુસાર જ કામ કરતા હોય તેમ તેમણે વિચાર્યું જ નહિ હોવાનું જણાય છે. મારો મતલબ છે કે તેઓ વચનોને અમલમાં મૂકવાની હિંમત જ કેવી રીતે કરી શકે. ડાબેરી તરફનું મીડિયા પણ ખરેખર ગાંડુ થઈ ગયું છે. તેમને હાંસિયામાં ધકેલી દેવાય અને તેમની જગા દેખાડી દેવાય તેને પચાવી શકે તેમ નથી. ટ્રમ્પને તેમના પ્રેસ બ્રીફિંગ માટે માત્ર 27 વર્ષનાં કેરોલિન લેવિટમાં એક હીરો મળી ગયો છે. તમે તેમને એક્શનમાં નિહાળ્યા ન હોય તો સમય કાઢી અવશ્ય જોઈ લેશો. તેઓ કદી કોઈને પ્રિઝનર બનાવતા નથી. કોઈ વોક જર્નાલિસ્ટ સરકાર અથવા પ્રેસિડેન્ટ વિશે ગેરરજૂઆતનો પ્રયાસ પણ કરે તો આ મહિલા ધારદાર રીતે તેમને સ્થાન બતાવી દે છે.
ટ્રમ્પોનોમિક્સ તદ્દન સરળ છે અને આથી જ ઘણા અર્થશાસ્ત્રીઓ, ફાઈનાન્સિયલ ગુરુઓ અને સ્ટોક માર્કેટના વિશ્લેષકો તેનો સામનો કરી શકતા નથી. ટ્રમ્પનું લક્ષ્ય પરંપરાગત ધારાધોરણોને ઉખાડી નાખવાનું અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં ઘોર અવ્યવસ્થા અને અરાજકતા સર્જવાનું છે. વાત એમ છે કે તમે ખરેખર ઈચ્છતા હો તે મેળવવા વૈશ્વિક મંચ પર તમારે દિશાઓની હેરાફેરી કરવાની જરૂર પડે છે. પરંપરાગત પદ્ધતિમાં તમારે ગ્લોબલ પાર્ટનર્સ સાથે સેંકડો બેઠકો બોલાવવી પડે અને કેવી રીતે ફેરફારો કરવા તેની ચર્ચામાં દાયકાઓ વીતી જાય. આના બદલે, તેમણે સમગ્ર રમતના મેદાન પર હુમલો બોલાવી દીધો અને ઐતિહાસિક આર્થિક ગાંડપણના કાંટાઓમાંથી બહાર નીકળવા સહુને ફરજ પાડી દીધી. આપણે આ પ્રક્રિયાના પ્રાથમિક તબક્કામાં છીએ પરંતુ, જેઓ જંગલોમાં વૃક્ષોને નિહાળી રહ્યા છે તેઓ નવા વૈશ્વિક ચેસબોર્ડને સમજવા શક્તિશાળી રહેશે.
ટેરિફ્સ બાબતે તેમણે માત્ર એટલું જ કહ્યું કે યુએસ દાયકાઓથી જે દેશો તેમની સાથે કરતા આવ્યા છે તેમને ચાર્જ કરવાનું શરૂ કરશે. અને આખી વૈશ્વિક વ્યવસ્થા ભાંગી પડી. સ્ટોક માર્કેટમાં ગભરાટ છવાઈ ગયો, મીડિયા પંડિતો વિનાશની આગાહીઓ કરવા લાગ્યા, રાજકારણીઓ છુપાવાના સ્થળો શોધવા લાગ્યા પરંતુ, કેટલાક દેશોને સમજાઈ ગયું કે ચીનના માર્ગે ચાલી હુમલો કરવાના બદલે ટ્રમ્પ સાથે મંત્રણાઓ કરી સોહાર્દપૂર્ણ ઉપાય શોધવો બહેતર રહેશે.
ટ્રમ્પ દ્વારા સર્જાયેલી અસ્થિરતા રમતનો જ એક ભાગ છે. આખરે તો તેમને ઈચ્છેલું મળી જશે અને તમામ દેશો વધુ ટેરિફ ચૂકવવા લાગશે અને અમેરિકાને જરૂરી નાણા મળતા થઈે જશે. જો ચીન આમાં નહિ જોડાય અને ટ્રમ્પને પડકારવાનું ચાલુ રાખશે તો કોને સૌથી વધુ પીડા સહન કરવાની આવશે તે જોવાનું રહેશે. ઘણા લોકો માને છે કે ચીન જીતશે પરંતુ, હું આ વિશે ચોક્કસ નથી. ચીન ઘરઆંગણે જ કેટલીક મૂળભૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને નિકાસોમાં નાટ્યાત્મક ઘટાડો લાવી શકે તેવી કોઈ પણ ટ્રેડ વોર તેના નાગરિકો પર કઠોર તાનાશાહી અંકુશોને અસ્થિર બનાવી શકે છે.
શું આ અમેરિકાની લિઝ ટ્રસ પળ છે? હું માનતો નથી. યુકેની સરખામણીએ અમેરિકા આર્થિક તાકાતના ઘણા લિવર્સ પર અંકુશ ધરાવે છે. અમેરિકા તેના પ્રેસિડેન્ટને એટલી પ્રચંડ સત્તા આપે છે કે હંમેશાં સેનેટ સમક્ષ ફરી પાછા ગયા વિના જ સત્તાનો ઉપયોગ કરી શકે છે. શું તમે જાણો છો કે ટ્રમ્પે 120થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહીઓ કરી દીધેલી છે!
હેડલાઈનમાં પ્રશ્ન કરાયો છે કે શું ટ્રમ્પોનોમિક્સ વૈશ્વિક પુનઃવ્યવસ્થા ગોઠવી શકશે? આનો ઉત્તર હા છે. વાસ્તવમાં તેની શરૂઆત થઈ ચૂકી છે. NATO સભ્યોએ જે તરફ દાયકાઓ સુધી આંખો બંધ જ રાખી હતી તેવા ડિફેન્સ ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ્સ વધારવા દોડ લગાવી છે. દેશોએ અમેરિકાને ટેરિફ્સ ચૂકવવા પડશે અને આની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે અમેરિકા વિશ્વના ભ્રષ્ટ અને કટ્ટરવાદી દેશોને સહાયમાં બિલિયન્સ ડોલર્સ વેડફશે નહિ. મિડલ ઈસ્ટ પણ હવે ઈસ્લામિસ્ટ્સથી અંતર રાખી અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે. યુક્રેને હવે રશિયા સાથે નવી સરહદ સ્વીકારવી પડશે અથવા વધુ ગુમાવવાનું જોખમ રહેશે. રશિયા ઝૂકી જશે તેટલું નાનું નથી જ પરંતુ, પુટિન પણ સમજે છે કે હવે સામાન્ય ભૂમિકા શોધવાનો સમય આવી ગયો છે.
ચીન હવે દરેકનું પ્રથમ ક્રમનું દુશ્મન બની ગયું છે. જે દેશો ચીનની તરફેણમાં છે તેમને લાભની જગ્યાએ ગેરલાભ વધુ થશે. અને ભારતનું શું? વડા પ્રધાન મોદીની રાહબરીમાં ભારતે પણ ટ્રમ્પ જે ફેરફારો ઈચ્છે છે તેમાંથી કેટલાક સ્વીકારવા પડશે પરંતુ, તેની સામે મળનારા લાભ પણ જંગી હશે. ભારતે તેની સ્વતંત્રતાનું પ્રદર્શન કરવું પડશે અને અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટને પોતાની તરફે રાખવા પડશે. કોણ કહે છે જીવન સરળ બની જશે. ટ્રમ્પે તો હજુ જાન્યુઆરી 2025થી જ સત્તા સંભાળી છે અને આટલા થોડા મહિનામાં તો વિશ્વ બદલાઈ ગયું છે. તેમની પાસે હજુ ત્રણ વર્ષ બાકી છે. આથી, જેઓ પોતાના અભિગમો અને પ્રતિભાવો વ્યવસ્થિતપણે દર્શાવી શકશે તેમની પાસે લાભ મેળવવાનું ઘણું છે.