શું ના કહેવાય?

- મૃગાંક શાહ Tuesday 29th September 2015 06:41 EDT
 

તમે મૂરખ છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે બહુ જ ભોળા છો.

તમે બાયલા છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે બહુ જ નરમ છો.

તમે કડવા છો એવું ના કેહવાય,

પણ કહેવાય એવું કે તમે આખાબોલા છો.

તમે લુખ્ખા છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે તો ઓલિયા છો.

તમે લુચ્ચા છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે બહુ જ સ્માર્ટ છો.

તમે બોરિંગ છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે મોટા પંડિત છો.

તમે જુઠ્ઠા છો એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે ભૂલી જાઓ છો.

તમે ગમતા નથી એવું ના કહેવાય,

પણ કહેવાય એવું કે તમે તો બહુ જુદા છો.

- મૃગાંક શાહ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter