હું એક દાયકા કરતા વધુ સમયથી લેબર પાર્ટી કેવી રીતે ઈસ્લામિક કટ્ટરવાદીઓના હાથમાં સરકતી રહી હોવાનું હું માનતો હોવાં વિશે મારી ગંભીર ચિંતા બાબતે લખતો રહ્યો છું. મેં મારી ચિંતા એડ મિલિબેન્ડ, હેરિયટ હરમાન, જેરેમી કોર્બીન અને ચોક્કસપણે કેર સ્ટાર્મરના સમયમાં વ્યક્ત કરી છે. ઘણી વખત લોકો મને કહે છે કે એકાદ બંડખોર લેબર સાંસદ કદાચ ઈસ્લામિક કટ્ટરવાદીઓના આકર્ષણમાં દોરવાઈ ગયા હશે આથી હું આવા તમામ નેતાઓની યાદી આપું છું. આમ છતાં, તમે જોઈ શકો છો કે ઈસ્લામિક કટ્ટરવાદીઓના ઈશારાઓ પર નાચતા લેબરનું આ નેરેટિવ ઘણા લાંબા સમયથી ચાલી જ રહ્યું છે.
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી (APPG) ગ્રૂપ ફોર મુસ્લિમ્સ દ્વારા ‘ઈસ્લામોફોબિયા’ની ભ્રષ્ટ અને વાહિયાત-હાસ્યાસ્પદ વ્યાખ્યાને ઉભી કરવામાં આવી અને હિમાયત સાથે આગળ વધારાઈ છે. આજની માફક ત્યારે પણ APPG પર મોટા ભાગે લેબર સાંસદોનો જ અંકુશ હતો. ગત પાંચ વર્ષના સમયગાળામાં મુસ્લિમ લેબર સાંસદો, મુસ્લિમ લેબર કાઉન્સિલરો અને ચોક્કસપણે મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા ‘ઈસ્લામોફોબિયા’ની આ ખોટી વ્યાખ્યાને અપનાવવા સુનિયોજિત કાર્યવાહી આગળ વધારાતી રહી છે.
લેબર પાર્ટીએ માર્ચ 2019માં ‘ઈસ્લામોફોબિયા’ની APPG વ્યાખ્યાને અપનાવી લીધી હતા જેમાં તેનું વર્ણન ‘સિદ્ધાંતો અને એકતા’ના મહત્ત્વપૂર્ણ નિવેદન તરીકે કરાયું હતું. લેબર NEC દ્વારા આ વલણને તેની કોડ ઓફ કન્ડક્ટ હેન્ડબૂકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. બહુમતી કાઉન્સિલો દ્વારા આ વ્યાખ્યાને અપનાવી લેવાઈ છે તે પણ નિશ્ચિતપણે લેબર છે. તાજેતરમાં લેબર સાંસદ અફઝલ ખાને 22 નવેમ્બર 2023ના દિવસે ઈસ્લામોફોબિયાની આ વાહિયાત-વિચિત્ર વ્યાખ્યાને અપનાવવા પાર્લામેન્ટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.આભાર માનીએ ટોરીઝનો કે તેમણે આને ગટરમાં વહાવી દીધો જ્યાં તેનું સ્થાન હતું.
2019માં સિવિટાસ (ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડી ઓફ સિવિલ સોસાયટી) દ્વારા ખુલ્લા પત્રમાં જણાવાયું હતું કે,‘અમને ચિંતા છે કે ઈસ્લામોફોબિયાના આક્ષેપો, જેનો ઉપયોગ ઈસ્લામિક માન્યતાઓને અને કટ્ટરવાદીઓને પણ ટીકાઓમાંથી અસરકારક રીતે છાવરવા માટે કરાશે, જે આજે થઈ જ રહ્યું છે, અને આ વ્યાખ્યાને સત્તાવાર સ્વરૂપ આપવાથી તેનું પરિણામ પાછલા બારણે ઈશ-ધર્મનિંદા જેવી બાબત તરીકે અસરકારકપણે દાખલ કરવાના ઉપયોગમાં થશે.’
આ પત્રને ઘણા ફેઈથ ગ્રૂપ્સનું સમર્થન મળ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે આ પત્રમાં સહી કરનારા આપણા ઈન્ડિક નેતાઓ પણ આ મુજબના છેઃ
હરદીપ સિંહ, નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન (NSOUK)
લોર્ડ સિંઘ ઓફ વિમ્બલ્ડન
તૃપ્તિ પટેલ, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ
ડો. લક્ષ્મી વ્યાસ, હિન્દુ ફોરમ ઓફ યુરોપના પ્રેસિડેન્ટ
હર્ષા શુક્લ MBE, હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ યુકેના પ્રેસિડેન્ટ
તરંગ શેલત, હિન્દુ કાઉન્સિલ ઓફ બર્મિંગહામના પ્રેસિડેન્ટ
અશ્વિન પટેલ, હિન્દુ ફોરમ (વોલસાલ)ના ચેરમેન
આશિષ જોષી, શીખ મીડિયા મોનિટરિંગ ગ્રૂપ
સતીશ કે શર્મા, નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ
આ સપ્તાહે નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનેરને તેમની ગંભીર ચિંતા દર્શાવવા સમયસર જ લખવામાં આવ્યું હતું. આ પત્રમાં પૂરતાં પુરાવાઓ રજૂ કરાયા છે કે શા માટે આ વ્યાખ્યા ફગાવી જ દેવી જોઈએ.
એક નોંધપાત્ર ઉદાહરણમાં જે વ્યાખ્યા જણાવે છે તે ઈસ્લામોફોબિક હોવાને હાઈલાઈટ કરાયું છે.‘...તલવાર દ્વારા ઈસ્લામનો પ્રસાર કરવાનો મુસ્લિમોના દાવા અથવા તેમના શાસન હેઠળ લઘુમતી સમૂહોને ગુલામ બનાવવા....’ કોઈ પણ શીખ, હિન્દુ, જૈન, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને અન્ય કોઈને પણ પૂછશો તો તેઓ બધા તમને કહેશે; ઈસ્લામનો ફેલાવો ઘૃણાસ્પદ જંગલિયાત, વિકૃત હિંસાના કાર્યો અને તલવારની અણીએ જ કરાયો હતો.
આથી, ઈસ્લામિક શાસકોએ ભારત (ઈન્ડિયા)ના વિશાળ વિસ્તારોને હિંસા થકી જીતી લીધા અને મારા પૂર્વજોને ગુલામ બનાવ્યા અને મારી નાખ્યા તેના વિશે મારે બોલવું કે લખવાનું હોય તો તેને ઈસ્લામોફોબિક ગણાવાશે. આનો અર્થ એ કે જો લેબર સરકાર આ વ્યાખ્યાને કાયદાનું સ્વરૂપ આપે છે તો હું અને કરોડો લોકો ઈતિહાસનું સત્ય કહેવા બદલ જેલના સળિયા પાછળ ધકેલાઈ જઈશું. આ તો જરા એના જેવું થયું કે જર્મનો એવી માગણી રાખે કે આપણે હિટલર વિશે વાતો કરી ના શકીએ કારણકે તે જર્મનવિરોધી ગણાશે. હું સમજું છું કે લેબર સરકાર હાલમાં રેસ ઈક્વલિટી એક્ટમાં ફેરફારો કરવા વિચારી રહી છે. આપણે આશા રાખીએ કે કેર સ્ટાર્મર આપણને સ્વવિનાશના કળણમાં ખૂંપાવા લઈ ન જાય.
આ પાગલપણું તો માત્ર શીખ અને હિન્દુઓથી પણ આગળ વધી જશે, આ વ્યાખ્યા તો મુસ્લિમ્સ અથવા ઈસ્લામ સંબંધે જરા પણ ચિંતાનો મુદ્દો તમે ઉખેળવા જશો તો તમને બધાને - દરેકને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
પ્રાઈમ મિનિસ્ટરે તેમની લેબર પાર્ટીને આ વ્યાખ્યાના સકંજામાંથી દૂર લઈ જવાની જરૂર છે. જો તેઓ માત્ર ઈસ્લામિસ્ટ વોટ બેન્કને સંતુષ્ટ રાખવા ખાતર આ દેશ પ્રત્યેની ફરજમાં નિષ્ફળ જશે તો ઈતિહાસ હંમેશના માટે લેબર પાર્ટી રાષ્ટ્રવિરોધી પાર્ટી તરીકે ગણાવશે,
આપણે સ્પષ્ટ થઈ જઈએ, જેવી રીતે હિન્દુવિરોધી, શીખવિરોધી અને મુસ્લિમવિરોધી નફરત છે તેમ એન્ટિસેમિટિઝમ પણ છે. અનેક પ્રકારના પૂર્વગ્રહો છે જે પ્રવર્તમાન કાયદા હેઠળ આવરી લેવાયા છે. અને હા, એક દેશ તરીકે આપણે ચોકસાઈ રાખવી જોઈશે કે તમામ નાગરિકોને સુરક્ષા પ્રાપ્ત થાય. પરંતુ, આપણે બહુમતીનો મતાધિકાર છીનવે અને ઐતિહાસિક હકીકતો-તથ્યો કહેવા બદલ જેલવાસમાં ધકેલાવાનાં જોખમ હેઠળ મૂકે તેવી નૈતિક અને સદાચારની દૃષ્ટિએ ભ્રષ્ટ વ્યાખ્યા માટે થઈને દેશ અને તેના લોકોનું બલિદાન કદી આપી શકીએ નહિ.
એક રાષ્ટ્ર અને તેના એકસમાન લોકો માટે માત્ર એક જ કાયદો હોઈ શકે.