આમ તો આ બંને શબ્દ પ્રયોગો પશ્ચિમમાં પ્રયોજાય છે,પણ આપ્ણે થોડાક પાછા વળીને ઇતિહાસ તરફ જોઈએ તો સમાજ જીવનના કેટલા બધા સંકેતો મળી આવે!
ઓકટોબરના હવે ત્રણ સપ્તાહ બાકી છે, બીજી તારીખે રેંટિયા બારસ હતી અને પોરબંદરમાં કરમચંદ ગાંધીના પરિવારમાં મોહન નામે બાળકનો જન્મ થયો, જે ભવિષ્યે મહાત્મા જેવા લોકાધિષ્ઠ સન્માન સુધી પહોંચ્યો, એકલા ભારતમાં નહિ, દુનિયાના ઘણા દેશો સુધી સત્તાની સામે સત્યાગ્રહ અને જીવનમાં અહિંસાના વિચારનો આદર્શ બન્યા. ચોથી જૂને 1857માં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા માંડવીની લીમડા વાળી ગલીમાં સાવ ગરીબ પરિવારમાં જન્મ્યા, તેમણે દુનિયાભરમાં લંડન-પેરિસ-જીનીવામાં બેસીને ઈન્ડિયા હાઉસથી માંડીને ઇંડિયન સોશ્યોલોજિસ્ટ અખબાર જેવાં માધ્યમથી ભારતીય સ્વાતંત્ર્યનો પ્રભાવી પ્રચાર કર્યો. મહત્વની વાત તો એ છે કે ગાંધીજીની પૂર્વે અસહકાર અને રાષ્ટ્રીય વિદ્યાપીઠનો વિચાર તેમણે મૂક્યો હતો.
આ બે મહાનાયકોની સાથે બીજા બે મહાપુરુષોનું સ્મરણ થાય છે. અગિયાર અને બારમી ઓક્ટોબર.8 ઓકટોબર, 1979 ના આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા જયપ્રકાશ 11 ઓક્ટોબર, 1902ના બિહારના સીતાબદિયારા ,સારન છ્પરામા જન્મ્યા હતા. 1942ની ભારત છોડો ચળવળના નાયક બની રહ્યા. જેલ તોડીને ભાગ્ય અને નેપાળ જઈને આઝાદ જૂથની સ્થાપના કરી. કોંગ્રેસમાં સમાજવાદી જુથ અને પછી સ્વાધીન ભારતમાં સમાજવાદી પક્ષની રચના અને, વિનોબા ભાવેના સર્વોદય આંદોલન પછી એક વધુ ઐતિહાસિક કામ બાકી હતું, તે 1975માં આનરિક કટોકટી અને સેન્સરશીપનો ઉપયોગ કરીને સત્તાવાદ અજમાવનારા શ્રીમતી ઇન્દિરા ગાંધીની ખિલાફ આંદોલન ચલાવ્યું. તેમાથી કોંગ્રેસ વિરોધી પરિબળ મજબૂત બન્યુ અને ભારતમાં છેક કેન્દ્રિય સ્તરે કોંગ્રેસની કાયમી સત્તાનો અસ્ત થયો.
જેપીની સાથે ડો.રામમનોહર લોહીયા એટલા માટે પણ યાદ આવે કે બારમી ઓક્ટોબર , 1967ના દિવસે તેમણે વિદાય લીધી. એક ઝૂઝારું લડાયક નેતા તરીકે જાણીતા લોહીયા વૈચારિક પંડિત હતા. તેમની વિદ્વત્તા રાજનીતિ વિના અધૂરી રહી જાત. સ્વતંત્રતા પછી જવાહરલાલ્ના નેતૃત્વને બધા મોરચે પડકારવામાં એ અગ્રેસર હતા. વિનોબાજી વિષે પણ તેમણે કહ્યું કે એકલા સંવાદથી રાષ્ટ્રીય ચેતના ઊભી થઈ શકે નહિ, વિનોબા એકલ સંવાદની વાત કરે છે, સંઘર્ષની નહિ. પ્રિય સમાજવાદી સાથી જયપ્રકાશ તે વાત તરફ વળ્યા, અને 1975 ના લોકતંત્ર યુદ્ધ માટે મેદાને પડ્યા હતા. લોહીયા લોકતંત્રમાં પ્રબળ વિરોધ અવાજ બની રહ્યા. નેહરૂ એટ્લે દેશ એવા વાતાવરણમાં તેમણે જવાહરલાલને બધા મોરચે પડકાર્યા. બિન કોંગ્રેસવાદનો ધ્વજ ફરકાવ્યો. રામાયણ મેળાની કલ્પના આપી. આંદોલનો કર્યા. જનસંઘની સાથે ભારત-પાક મહાસંઘનો મુસદ્દો પ્રસ્તુત કર્યો. વર્ણભેદની સામે લડ્યા. આઈન્સ્ટાઈને તેને મળ્યા પછી કહ્યું હતું કે એક “મનુષ્ય” ને મળવું કેટલું મઝાનું લાગે છે. ગાંધીજીએ એકવાર લોહીયા માટે કહ્યું:તું બહાદૂર છે, પણ બહાદૂર તો સિંહ પણ હોય છે, તું વિદ્વાન છે, વિદ્વાન તો કોઈ વકીલ કે શિક્ષક પણ હોય , આનાથી મોટો ગુણ તારામાં છે. તે શીલ અર્થાત ચારિત્ર્ય! હિટલરના ઉદય પહેલા થોડાક મહિના પર, જર્મનીમાં તેમણે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી , વિષય નમક મીઠું)ના પ્રભાવનો. ત્યાંથી આવ્યા એટ્લે સામ્યવાદીઓએ તેમને “સોશિયલ ફસિસ્ટ” ની છાપ લગાવી દીધી. લોહીયા સુભાષના આક્રોશને સમજતા હતા, જવાહરલાલના સમાધાનકારી સત્તાવાદને પારખી ગયા હતા. 1942ની ચળવળ પછી આઝાદ હિન્દ ફઓજ છેક ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ ત્યારે લોહીયા સુભાષને મળવા દોડી ગયા, કોઈ મોટા વિપલવની આશાએ, પણ ત્યાં સુધીમાં તો વિશ્વયુદ્ધનો તખ્તો બદલાઈ ગયો હતો, લોહીયા-સુભાષ મિલન શક્ય બન્યું નહીં.
ઓગસ્ટ આંદોલનની એક મઝાની વાત છે. 1942માં ભારત છોડો ચળવળમાં હિંસા-અહિંસાનો ભેદ સમાપ્ત થઈ ગયો હતો. કોઈ દોરવણી આપનાર જ નહોતું.લોહીયા પકડાયા નહિ. 9 ઓગસ્ટ, 1942થી 20 મે, 1944 સુધી ભૂગર્ભમાં રહ્યા. નેપાલમાં હતા ત્યારે પોલીસને કેએચબીઆર પડી ગઈ. તેમણે પોલીસ અફસરને કહ્યું:” અરે ભાઈ, નેપાળ તો સ્વતંત્ર છે, હિન્દુ રાજ્ય છે. આખી દુનિયાનું એકમાત્ર ક્ષત્રીય રાજ્ય ગણાય.
અમે તમારે ત્યાં સુરક્ષિત ના હોઈએ તો બીજે કયાઁ જઈએ?” અફસર તો મણિ ગયો પણ બ્રિટિશ પોલીસ પકડી ગઈ. કાઠમંડુથી થોડે દૂર ભગવાનનગર માં જેલમાં લોહીયા, જયપ્રકાશ અને બીજા હતા, તેઓ ભાગી છૂટવામાં સફળ થયા. મુંબઈ જેલમાં તેમને અપાર યાતનાઓ આપવામાં આવી. 1945ના અંત સુધીમાં દેશમાં બાકી બધાને તો છોડી દેવામાં આવ્યા પણ બે જણને મુક્તિ ના મળી, એક લોહીયાને અને બીજા જેપીને! બંનેને આગરાની જેલમાં રાખવામા આવ્યા. 11 એપ્રિલ, 1946ના છૂટયા તો ગોવા-સત્યાગ્રહ માટે નીકળ્યા. ત્યાં પણ જેલ . ત્રાસ અને મુક્તિ. ગોવાની મહિલાઓએ તો ભક્તિપૂર્વક ગીત રચ્યું: “પહેલી માઝી ઓવી, પહલે માઝી ફૂલ, ભક્તિ ને અર્પિત લોહીયાના! “
લોહીયા દીર્ઘદ્રષ્ટા હતા. નિરર્થક લાગ્યું તે છોડી દીધું. કેરળમાં પ્રજાસમાજવાદી સરકાર હતી, પ્રજા પર ગોળીબાર થયો તો લોહીયાએ સ્પષ્ટ કર્યું કે આપણે સરકારનું રાજીનામું આપી દેવું જોઈએ. એમની વાત માનવામાં ના આવી, 1956માં પ્રસોપાથી અલગ સંયુક્ત સમાજવાદી પાર્ટી બનાવી. 1967માં બિન-કોંગ્રેસવાદનો ધસમસતો પ્રવાહ તેમને ફાળે જાય છે. જનસંઘની સાથે બેસીને વ્યૂહરચના ઘડી. ચંડીગઢથી પટણા, વાયા ભોપાલ અને જયપુર સુધી 1952 પછી પહેલીવાર કોંગ્રેસ વિરોધી માહોલ પેદા થયો.
લોહીયા ભારત-ભ્રમણ સાથે જોડાયેલા રહ્યા. તેમણે “હિમાલય નીતિ”નો મુસદ્દો જાહેર કર્યો. નેહરુની ચીન અને તિબેટ વિષેની નીતિનો આ વિકલ્પ હતો. એક સરસ સૂત્ર પણ આપ્યું: પાવડો, જેલ અને નાગરિક આ ત્રણનું લક્ષ્ય રાખજો. સામૂહિક પરિશ્રમ, અન્યાયની વિરુદ્ધ સંઘર્ષ અને સંસદીય ગરિમા, આ ત્રણેનું તેમાં સમમિલન છે.” એકવાર તેમણે સેક્યુલરિઝમ વિષે કહ્યું કે પ્રવર્તમાન સેક્યુલરીઝમ એ નરી બીમાંની છે. ધર્મ એ દીર્ઘકાલીન રાજનીતિ છે, અને રાજનીતિ એ અલ્પકાલિન ધર્મ છે. “ તેમણે ભારતીય દેવોની આ શબ્દોમાં સમાજ આપી હતી:” હે ભારતમાતા! અમોને શિવના જેવુ મસ્તક આપો, કૃષ્ણનું હ્રદય અને રામનું કર્મ પ્રદાન કરો, અમને અસીમ મસ્તક અને ઉન્મુક્ત હ્રદયની સાથે જીવનની મર્યાદા બાંધી આપો
તિબેટ પર ચીનનું આક્રમણ તેમણે “શિશુ હત્યા” કહ્યું. આવા અવધૂત રાજનીતિજ્ઞને દિલ્હીની હોસ્પીટલમાં સાચી સારવાર ના મળી.ખોટા ઈંજેક્ષનો અપાયા. ધરતીના અર્થશાસ્ત્રી લોહીયા આ મહિનામાં અવસાન પામ્યા ત્યારે તેમની કઈ વિશેષતાનું મથાળું બાંધવું તેની મૂંઝવણ હતી. પછી લખ્યું: લાજવાબ લોહીયા ગયા...” સી