સાહિત્યકારની હત્યા અને આત્મહત્યા : એક ગંભીર સમસ્યા

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Tuesday 16th July 2024 08:03 EDT
 
 

રાજકીય નેતાઓની હત્યાના પ્રયાસો વારંવાર થતાં રહ્યા છે. અમેરીકામાં ટૃંપને મારવામાં નિષ્ફળતા મળી પણ તેને મારવા માટે ગોળી છોડનારો 20 વર્ષનો યુવક પોલીસના હાથે માર્યો ગયો. અમેરિકા માટે આ નવું નથી. અગિયાર પ્રમુખોની હત્યાના પ્રયાસ થય તેમાં સાત જ બચી ગયા, બાકી કેનેડી અને લિંકન જેવા પ્રમુખો મૃત્યુ પામ્યા. યુરોપમાં અનેક દેશોમાં આવું બન્યું છે. સ્વીડિશ વડાપ્રધાન સિનેમા જોઈને પાછા વળતાં હતા ત્યારે મારી નાખવામાં આવ્યા હતા. સ્તાલિને તેના પ્રતિસ્પર્ધી ટ્રોંટસ્કીને મારી નાખવ્યો હતો. સિલોનમાં બંડારનાયકની હત્યા થઈ તો પાકિસ્તાનમાં જનાબ ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી હતી. રશિયન પ્રમુખ પુટીન કેટલાક વિરોધીઓની હત્યામાં સંડોવાયેલો રહ્યો છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને બંદૂક અને બોમ્બથી મારી નાખવામાં આવ્યા. મહાત્મા ગાંધીની હત્યા પણ તેમાં ઉમેરી શકાય, કારણ કે નથુરામ ગોડસેના અંતિમ નિવેદનમાં ગાંધીજીની ભારત-વિભાજન અને તુષ્ટિકરણની નીતિને જવાબદાર માનવમાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનના રાજાએ જાતે મોતને પસંદ કર્યું હતું. કોઈ રાજકારણી મોટેભાગે આપઘાત કરે તેવું બનતું નથી. હિરોહિતો તેમાં અપવાદ છે.
હત્યા અને આત્મહત્યા: આ બે અંતિમોની સાથે લેખકોનું દુર્ભાગ્ય જોડાયેલુ રહ્યું છે. મનમાં એવી બે ઘટનાઓ યાદ આવે. એક, 1975માં કટોકટી લાદવામાં આવી ત્યારે કર્ણાટકની હોનહાર અભિનેત્રી અને લેખિકા સ્નેહલતા રેડ્ડીની ધરપકડ કરવામાં આવી અને બેંગલુરુ જેલમાં એવી ગંદી એકલ જગ્યામાં રાખવામા આવી જ્યાં અપરાધી અને રોગી મહિલા કેદીઓને રાખવામા આવી હતી. ત્યાં તેને અસ્થમાનો રોગ થયો, હૃદય રોગનો હુમલો થયો. જ્યારે મરવાની ઘડી આવી ત્યારે પેરોલ મળી પણ થોડા દિવસોમાં આ ભયભીત, બીમાર કલાકારનું મેઉટયું થયું. શ્રેમતી ઇન્દિરા ગાંધી ચિકમંગલૂરથી લોકસભાની ચૂટણી લડી રહ્યા હતા ત્યારે સ્નેહલતાની પુત્રી નંદના એક બેનર લઈને સભામાં ઊભી હતી, જેમાં લખ્યું હતું: “મને મારી માતા પાછી આપો. તેની હત્યા કોને કરી?”
સુમતિ અય્યર જાણીતી હિન્દી લેખિકા હતી. 1994માં કાનપુરમાં તેના નિવાસસ્થાને જઈને કેટલાકે માથા પર ઘાતક હથિયારથી હુમલો કરીને મારી નાખી હતી. સામાન્ય રીતે ચોરી માટે આવું બને છે. પણ હુમલાખોરો એકેય વસ્તુ ચોરી ગયા નહોતા. બાર વર્ષનો પુત્ર અભિનવ અને ભાઈ મહેશ પહોંચ્યા ત્યારે ડ્રોઈંગ રૂમમાં જમીન પર સુમતિની લાશ પડી હતી. તેના ભાઈએ અનુમાન કર્યું કે જ્યાં તે સરકારી તબીબ હતી ત્યાં પ્રોવિડેંટ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હતો તેની સામે આ લેખિકાએ અવાજ ઉઠાવ્યો હતો. 1993માં તેણે નવલકથા લખી તે હિન્દી સાહિત્યમાં ધ્યાન ખેંચ્યું હતું. “અસમાપ્ત કથા”ની લેખિકાને જ સમાપ્ત કરી નંખાઇ અને તેની હત્યાના કારણો બહાર આવ્યા જ નહિ. પોલીસ અને અદાલત ક્યાંય તે વિષે આજ સુધી જાણવા મળ્યું નથી.
ત્રીજું ઉદાહરણ તસલીમા નાસરીનનું છે. આ બાંગલા દેશી લેખિકાનું નામ અને લેખન તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતું અને અનેક સાહિત્યિક સન્માન સર્વત્ર મળ્યા. પણ ભારતમાં પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચો અને કેન્દ્રમાં યુપીએ સરકારે તેને નજરબંદ એકાંતિક રાખીને વિષમ રોગોનો ભોગ બનાવી હતી, હૈદરાબાદમાં તેની નવલકથાઓ સામે એ.આઈ.એમ.એ. ના દેખાવો થયા ત્યારે લાઠી અને પત્થરમારાથી માંડ જીવ બચાવી શકી હતી. આત્મહત્યાને હારાકીરીનું સ્વરૂપ આપીને જાપાનના ઘણા નાગરિકો પોતાની જાતને સમાપ્ત કરી નાખે છે. મોટા ગજાના જાપાનીઝ લેખકોએ પોતાનું જીવન જાતે ઘાયલ થઈને ટૂંપાવી નાખ્યું હતું. એ તેમની વર્તમાન જિંદગી વિષેની હતાશાની આધ્યાત્મિક અભિવ્યક્તિ હતી.
 ... પણ રશિયા, ચીન અને ક્યુબામાં? ત્યાં પહેલું પગલું દેશથી હદપારીનું અને ચાલ્યા જવાનું હોય છે, બીજું આપઘાતનું અને ત્રીજું રાજ્યસત્તા દ્વારા ટોપ, બંદૂક કે ફાંસીથી મારી નાખવાનું. મારીના ત્સ્વેતાયેવા તેનું આઘાતક ઉદાહરણ છે. તે રશિયા બહાર ચાલી ગઈ અને પછી વળી, પણ જીવનમાં હતાશા અને ભૂખમરી તેમ જ ઘોર ઉપેક્ષા સિવાય કાઇજ મળ્યું નહીં એટ્લે, જેને નોબેલ વિજેતા બોરિસ પાસ્તરનાકે રશિયાની ઉત્તમ કવયિત્રી ગણાવી હતી તેને 31 ઓગસ્ટ , 1941ના જાતે આત્મહત્યા કરી લીધી ત્યારે તેની ઉમર 39 વર્ષની હતી. ગોર્બાચોફે સામ્યવાદી અત્યાચારની રક્તભીની ઇમારતને ધરાશાયી કરી ત્યારબાદ જ આ કવયિત્રીના કાવ્યો રશિયા અને બીજે પ્રકાશિત થયા! પણ સર્જનના બદલામાં શું મળ્યું? પુત્રીને ફ્રેંચ જાસૂસ ગણીણે જેલમાં લઈ જવામાં આવી. પતિને એક હત્યાકાંડમાં સંડોવીને કારાવાસી બનાવ્યો ત્યાંજ તેનું મૃત્યુ જાહેર કરવામાં આવ્યું. બહેન આનાસ્તસિયાબી પણ એવી જ નિયતિ હતી. અરે, પુત્ર મૂર પણ બચી શક્યો નહીં. સ્ટેલિન અને પછીના શાસકોએ આ કુટુંબને ખલાસ કરી નાખ્યું. દીકરી બચી ગઈ તો તેણે માતાની કવિતાઓ અને લેખો રશિયન ગુપ્તચરોથી માંડ બચાવીને માતૃઋણ અદા કર્યું ત્યારે આપણને તેની સમૃદ્ધ કવિતાઓ મળી,
સ્તાલિન સમયે અનેક લેખકોને ગુલાગમાં (સમુદ્ર વચ્ચેની જેલના ટાપુ) ધકેલી દેવાયા. માયકોવસ્કીએ આપઘાત કર્યો, બીજા ઘણા લેખકો તેને અનુસર્યા, એલેકઝાંન્ડર સોલઝેનિત્સિનએ ગુલાગમાં જેલ મળી, તેણે કેન્સર વોર્ડ અને ગુલાગ આર્કીપીલેગો જેવી પ્રથિતયશ અને દળદાર નવલકથા લખી. નવલકથાના સ્વરૂપે તે રશિયન સત્તાના હિંસાચાર સામેનો સર્જક અવાજ હતો તેને નોબેલ સન્માન ઘોષિત કરાયું. સ્ટેલિન પરંપરા એવી હતી કે કોઈ રશિયનને આવું સન્માન મળે તો દેશમાથી હાંકી કાઢવો. બોરિસ પાસ્તરનાકે એવું નહોતું કર્યું અને રશિયામાં લેખકો સહિત સરકારના ઘોર અપમાન સાથે રશિયામાં જ જીવવું પસંદ કર્યું હતું. એમ ના કર્યું હોટ અને નોબેલ લેવા ગયો હોત તો પાછો આવવા દીધો ના હોત.સોલઝેનિત્સીનનું એવું જ થયું. તે નોબેલ સન્માન લેવા ડંકાની ચોટથી ગયો, અને છેક ગોર્બાચોફના સમયે પાછો આવ્યો, તે પણ તોડ સમય માટે.
હિજરત, હદપારી, હત્યા અને આત્મહત્યા સાથે જોડાયેલા આ લેખકો વધુ જીવ્યા હોત તો?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter