લેસ્ટરઃ અગ્રણી ટ્રાવેલ એજન્સી સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા લેસ્ટરમાં ભવ્ય કાર્યક્રમમાં 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લેસ્ટરમાં મિસ્ટિક બોન્ક્વેટિંગ સ્યૂટ ખાતે અવિસ્મરણીય ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ હતી. સિટીબોન્ડ ટ્રાવેલની લેસ્ટર શાખાના નિશા ગણાત્રા અને અનિલ ભાગી દ્વારા આયોજિત કાર્યક્રમમાં લેસ્ટરના લોર્ડ મેયર ભૂપેન દવે તેમજ કાઉન્સિલરો દેવીસિંહ પટેલ, સંજય મોઢવાડિયા અને નેગ્સ અગાથ સહિત 300થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન ઈવેન્ટમાં સિટીબોન્ડ ટ્રાવેલના ફ્લાઈટ્સ અને હોલિડેઝથી માંડી ગ્રૂપ ટુર્સ, કોર્પોરેટ ટ્રાવેલ્સ અને ક્રુઝ સહિત વિવિધ શાખાઓની કામગીરી પ્રદર્શિત કરાઈ હતી. ઈવેન્ટમાં દરેક ડિપાર્ટમેન્ટની સિટીબોન્ડ ટીમે મહેમાનોની આગતાસ્વાગતા કરી હતી અને મહેમાનોએ કાર્યક્રમના સમાપન સુધી લાઈવ મ્યુઝિક, ભોજન અને ડાન્સની મોજ માણી હતી.
લેસ્ટર શાખાના બ્રાન્ચ મેનેજર નિશા ગણાત્રાએ જણાવ્યું હતું કે,‘અમને અમારી ગત પાંચ દાયકાથી વધુ સમયગાળાની યાત્રાનો ખૂબ જ ગર્વ છે. આ ઈવેન્ટ અમારા વફાદાર ક્લાયન્ટ્સ, સમર્પિત કર્મચારીગણ તેમજ સિટીબોન્ડ ટ્રાવેલની વિશિષ્ટ વ્યાખ્યા કરતા સાહસના જોશને આદરાંજલિ છે.’
મેનેજર અનિલ ભાગીએ નિશાજીની લાગણીઓનો પડઘો પાડતા જણાવ્યું હતું કે,‘ અમારી સફળતાનું નિર્માણ વિશ્વાસ, પર્સોનાલાઈઝ્ડ સર્વિસ, અને પ્રવાસના ઉત્સાહ પર થયેલું છે. અમારી પિલગ્રિમેજ ટુર્સ અને વિવિધ ક્રૂઝ માટે આવી રહેલી અસંખ્ય પૂછપરછોથી મને ઘણો આનંદ થયો છે.’
સિટીબોન્ડ ટ્રાવેલના વફાદાર કસ્ટમર રમિલાબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે,‘ સિટીબોન્ડ ટ્રાવેલ વર્ષોથી અમારા માટે પ્રવાસે લઈ જવાની એજન્સી રહેલી છે. તેમની પર્સોનાલાઈઝ્ડ સર્વિસ અને ઝીણામાં ઝીણી બાબતો-વિગતો તરફ અપાતું ધ્યાન દરેક પ્રવાસને યાદગાર બનાવે છે.
સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ મહેતાએ જણાવ્યું હતું કે,‘ સિટીબોન્ડ ટ્રાવેલના 50 વર્ષ એ અમારી શ્રેષ્ઠતા પ્રતિ કટિબદ્ધતાનો પુરાવો છે. અમે હજુ વર્ષોના વર્ષો સુધી આગળ વધતા રહીશું.’
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં ભરપોસાપાત્ર બની રહેલા નામ સિટીબોન્ડ ટ્રાવેલની સ્થાપના 1974માં થઈ હતી. ભાગીદારોના ગ્લોબલ નેટવર્ક, પર્સોનાલાઈઝ્ડ સર્વિસ અને અવિસ્મરણીય અનુભવોનું સર્જન કરવાની અમારી ધગશ સાથે સિટીબોન્ડ ટ્રાવેલ પ્રવાસની ઉત્કૃષ્ટતાની નવેસરથી વ્યાખ્યા કરતા રહેવાનું ચાલુ રાખે છે.
સિટીબોન્ડ ટ્રાવેલ માત્ર ફ્લાઈટ્સના બૂકિંગમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં ક્લાયન્ટ્સની અનુકૂળતા અનુસાર હોલીડેઝની વ્યવસ્થા, ગ્રૂપ ટુર્સ, પિલગ્રિમેજ ટુર્સ અને યાદગાર બની રહેતા ક્રૂઝના પ્રવાસોની ગોઠવણ કરવાનો પણ ગર્વ ધરાવે છે. સિટીબોન્ડ ટ્રાવેલ આ સીમાચિહ્ન ઉજવણીને ખરેખર યાદગાર બનાવવા માટે તમામ ઉપસ્થિત લોકો, વફાદાર ગ્રાહકો, અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
વધુ માહિતી માટે www.citibond.co.ukની મુલાકાત લેવા વિનંતી છે.