સ્ટાર્મરની મોટી છેતરપીંડીઃ બળાત્કાર પીડિતો માટે ન્યાય નહિ

કપિલ દૂદકીઆ Tuesday 21st January 2025 08:37 EST
 
 

જેને ‘સદીની છેતરપીંડી’ તરીકે વર્ણવી શકાય તેવી ઘટનામાં લેબર પાર્ટીના સાંસદોએ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સના ઘૃણાસ્પદ કૌભાંડમાં કોઈ વૈધાનિક પબ્લિક ઈન્ક્વાયરીને અટકાવવાનું મતદાન કર્યું હતું. પીડિતોનો આટલો દ્રોહ જાણે ઓછો હોય તેમ ઈવેટ કૂપરે વ્યાપક જાહેર રોષને ઠંડો પાડવા પાછળથી સૌથી કરૂણાજનક શક્ય ઈન્ક્વાયરીની જાહેરાત કરી હતી. વાંચકોએ અવશ્ય નોંધ લેવી જોઈશે કે મેં ખુદ 15 જાન્યુઆરીએ પ્રાઈમ મિનિસ્ટરને પત્ર પાઠવી સરકારે આવી ઈન્ક્વાયરી હાથ ધરવા શું વિચારવું જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.

તમારા સહુના રેફરન્સ માટે આ પત્રનો સુસંગત હિસ્સો હું રજૂ કરું છું:

પાકિસ્તાની ગ્રૂમિંગ/ રેપ ગેંગ્સ બાબતે જાહેર ઈન્ક્વાયરી માટેની લઘુતમ આવશ્યકતાઃ

a. તેનું જીવંત ટેલિપ્રસારણ કરાવું જોઈએ. તેમાં કાપકૂપ કે સેન્સર કરવાને કોઈ જ કારણ નથી.

b. આવી ગ્રૂમિંગ/ રેપ ગેંગ્સ કાર્યરત હતી તેવા તમામ ટાઉન્સ અને શહેરોને આવરી લેવાવા જોઈએ

c. ઈન્ક્વાયરી માટે આવરી લેવાનો સમયગાળો 1997થી અત્યાર સુધીનો રહેવો જોઈએ.

d. તેણે અન્ય સંબંધિત ઈન્ક્વાયરીઝને સપોર્ટિંગ એવિડન્સ તરીકે વિચારણામાં લેવી જોઈએ.

e. તેની પાસે સ્થાનિક કાઉન્સિલો, પોલીસ અને અન્ય જાહેર સંસ્થાઓ/એકમો પાસે હોય તેવા તમામ પુરાવાઓ મેળવવા અદાલતી હુકમ કે સમન્સ બજાવવા કાનૂની સત્તા હોવી જોઈએ.

f. તેની પાસે કોઈ પણ પીડિત, સાક્ષી, કાવતરાખોર, પોલીસ ઓફિસર, સિવિલ સર્વન્ટ, રાજકારણી અથવા સત્યને બહાર લાવવા માટે પેનલને જરૂરી લાગે તેવી અન્ય કોઈ વ્યક્તિને અદાલતી હુકમ કે સમન્સ બજાવવાની કાનૂની સત્તા હોવી જોઈએ.

g. તેની પાસે કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોય, વિક્ટિમ્સના શોષણમાં સાથ આપ્યો હોય, કવર-અપમાં ભાગ લીધો હોય અથવા ન્યાયની દિશાને ગેરમાર્ગે દોરી હોય તેવી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે ટ્રાયલ ચલાવવાની સત્તા હોવી જોઈએ.

h. વિક્ટિમ્સના શોષણ સાથે ઈસ્લામના ઉપદેશોના કોઈ પણ પાસાનો સંબંધ હતો કે કેમ તેની તપાસ પણ ઈન્ક્વાયરીએ કરવી જોઈએ.

i. ઈન્ક્વાયરીએ કાવતરાખોરો અને તેમની સાથે સંકળાયેલી કોમ્યુનિટીનાં સાસ્કૃતિક રીતરિવાજોના કોઈ પણ પાસાનો સંબંધ વિક્ટિમ્સના શોષણ સાથે હતો કે કેમ તેની તપાસ પણ કરવી જોઈએ.

j. કોઈ બહાર આવતા પુરાવાઓની વિચારણા કરવાનું યોગ્ય જણાય તો ઈન્વેસ્ટિગેશન્સને વિસ્તારવાની કાનૂની સત્તાઓ પણ તેની પાસે હોવી જોઈએ.

k. તેની પાસે ભંડોળ, નિષ્ણાત પર્સોનલ્સ, કાનૂની સલાહકારો, તપાસનીશ નિષ્ણાતો, ટેકનોલોજી નિષ્ણાતો, ઈસ્લામિક નિષ્ણાતો, સાંસ્કૃતિક નિષ્ણાતો, બાળશોષણ સંબંધિત તજજ્ઞો તથા બહાર આવતા પુરાવાઓ અને ઈન્ક્વાયરીની દિશાઓને ધ્યાનમાં લેતાં જરૂરી લાગે તેવી કોઈ પણ નિષ્ણાત સેવા સહિત તમામ આવશ્યક રિસોર્સીસ હોવાં જોઈએ.

l. તેણે એક વર્ષની અંદર પ્રાથમિક તારણો રજૂ કરવા જોઈએ. સંપૂર્ણ રિપોર્ટ 3 વર્ષની અંદર પૂર્ણ કરાવો જોઈએ. આવશ્યક હોય તો વચગાળાના રિપોર્ટ્સ જારી કરવાની સત્તા પણ તેની પાસે હોવી જોઈએ.

ઈવેટ કૂપર દ્વારા જાહેર કરાયેલી ઈન્ક્વાયરી ઉપરોક્ત મોટા ભાગના મુદ્દાઓ માટે નિષ્ફળ નીવડે છે. હકીકત એ છે કે સંભવિત 50 ટાઉન્સ અને શહેરોમાંથી માત્ર 5ને જ ઈન્ક્વાયરી માટે આવરી લેવાશે. આ ઉપરાંત, પુરાવાઓને વૈધાનિક સત્તાઓ અથવા સોગંદ હેઠળ એકત્ર કરવામાં નહિ આવે. આમાં સંકળાયેલામાંથી ઘણાને જુબાની કે પુરાવા આપવાની ફરજ પાડી શકાશે નહિ. એમ લાગે છે કે લેબર સરકાર, સ્ટાર્મર અને કૂપર તેમના સાથી રાજકારણીઓ, ભ્રષ્ટ પોલીસ અને પીડિતોની કાળજી લેવાની પોતાની ફરજને ત્યાગી દેનારા મળતિયા પબ્લિક સર્વન્ટ્સને બચાવવા ભારે મહેનત કરી રહ્યા છે. વાસ્તવમાં, પીડિતોએ નિવેદન આપ્યું છે કે તેમાંના કેટલાક કાવતરાખોરોને આ અપરાધો આચરવામાં અને પ્રોસિક્યુશનમાંથી તેમને બચાવવા મદદ કરવામાં સાધનરૂપ હતા. તેઓ પોતાને જ જાણ હોય તેવા કારણોસર પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા નિર્બળ શ્વેત બાળાઓના સામૂહિક બળાત્કાર અને અત્યાચારમાં મદદગાર બની રહ્યા હતા.

એક સમાજ તરીકે આપણે ચોક્કસપણે આપણે બધા આ જાણવાની ઈચ્છા રાખીએઃ

1. યુકેમાં વંશીયતા, ધર્મ અને જાતિના સંદર્ભમાં ગ્રૂમિંગ ગેંગ્સ વિશે શું આંકડા છે?

2. વ્હાઈટ? શીખ? હિન્દુ? અથવા અન્ય ઓળખી શકાય તેવા વિક્ટિમ્સની ટકાવારી કેટલી છે?

3. લોકલ કાઉન્સિલ્સમાં કેટલા સમર્થકો, કાઉન્સિલરો, પોલીસ, સરકારી અધિકારીઓ, MP’s, MSP’s, સિવિલ સર્વન્ટ્સ, CPS તેમજ ઓથોરિટીઝના અન્ય કેટલા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાઈ?

4. કેર સ્ટાર્મર જ્યારે DPPમાં હતા ત્યારે ગ્રૂમિંગ ગેંગ્સના કેટલા કાવતરાખોરો સામે તેમણે કાનૂની કાર્યવાહી કરી હતી? આના જેટલું જ મહત્ત્વનું એ પણ છે કે તેમણે પ્રોસિક્યુટ નહિ કરવાનો નિર્ણય લીધો હોય કેવા કેટલા કેસીસ હતા?

5. કેટલા કેસીસ નજરઅંદાજ કરાયા હતા? વિક્ટિમ્સ-પીડિતોની સાચી સંખ્યા ( 500,000થી વધુ હોવાના દાવાની તપાસ કરાવવાની જરૂર) કેટલી છે?

મારે પ્રાઈમ મિનિસ્ટરને યાદ કરાવવું છે કે ‘એશિયન’ ગ્રૂમિંગ ગેંગ્સનો શબ્દપ્રયોગ કરવામાં લેબર પાર્ટી, લેબર રાજકારણીઓ અને લેબર મેયર્સ તેમજ જાહેર સેવાઓમાં ઘણા લોકો મુખ્ય હતા. આમ કરીને તેમણે ઈરાદાપૂર્વક સાચા અપરાધીઓ તરફથી ધ્યાન અન્યત્ર ખેંચવાનું ષડયંત્ર કર્યું હતું. શું તેમણે પોતાની મુસ્લિમ વોટબેન્કનું રક્ષણ કરવાની ઈચ્છાથી આમ કર્યું હતું? કે પછી તેમના ડાબેરી મિત્રોના રક્ષણ માટે આમ કર્યું હતું? કદાચ બંને પણ હોઈ શકે છે. એક બાબત તો સ્પષ્ટ જ છે કે તેમણે કરેલો ‘એશિયન’ શબ્દપ્રયોગ અસત્ય હોવાનું જાણવા છતાં તેનો ઉપયોગ કર્યો હતો.

હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોને બદનામ કરવામાં આવ્યા છે, તેમને તિરસ્કારનું લક્ષ્ય બનાવાયા છે, માનસિક આઘાત પહોંચાડાયો છે. આ બધું એટલા માટે થયું કે અધિકારીઓ-સત્તાવાળાઓએ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ અને તેમના આશ્રયદાતાઓનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો.

હું માત્ર એક નિષ્કર્ષ પર આવી શકું છુ કે ઈવેટ કૂપર દ્વારા જાહેર કરાયેલી ઈન્ક્વાયરી બીજું કશું નહિ પણ કૌભાંડ જ છે. સ્ટાર્મરની મોટી છેતરપીંડીને કર્મ ભૂલશે નહિ. આ મોટું કલંક છે અને મને ખાતરી છે કે આગામી સમયે જ્યારે મતદારો મત આપવા જશે ત્યારે આ દ્રોહકાર્યને અવશ્ય યાદ રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter