સરકારે ડિસેમ્બર 2024ના અંતે કરેલી ઘણી મહત્ત્વની જાહેરાત કદાચ ઘણા મતદારો ચૂકી ગયા હશે. આ જાહેરાત ઘણી સ્થાનિક કાઉન્સિલોની પુનઃરચના સંદર્ભે હતી. ગ્રૂમિંગ ગેંગ્સના ફીઆસ્કાએ આ મહત્ત્વના સમાચારને રડારની બહાર ધકેલી દીધા છે પરંતુ, મને લાગે છે કે આગામી સપ્તાહોમાં આ સમાચાર જોર પકડશે. સ્પષ્ટતા કરવાની કે સ્થાનિક ચૂંટણીઓ મે 2025માં થવી જોઈએ. 21 કાઉન્ટી કાઉન્સિલો અને ઈંગ્લેન્ડની 10 યુનિટરી ઓથોરિટીઝની તમામ બેઠકો પર ચૂંટણી થવી જોઈએ. મને ચોક્કસપણે ખાતરી છે કે જનરલ ઈલેક્શન પછી સૌથી મોટી પ્રથમ ચૂંટણી સંબંધિત નાની વિગતોએ પણ ધ્યાન ખેંચ્યું ન હોય તેમ નથી. રાજકીય ફલકમાં ખેલની વર્તમાન પરિસ્થિતિ બાબતે તેમાંથી કદાચ રસપ્રદ હકીકતો જાણવા મળી શકે છે.
આ કામગીરીમાં કદાચ મોટો અવરોધ એ હોઈ શકે છે કે સરકારે સ્થાનિક ગવર્મેન્ટની સૂચિત પુનઃરચનાથી અસર પામનારી તમામ સ્થાનિક કાઉન્સિલોને ચૂંટણીને એક વર્ષ સુધી મુલતવી રાખવાનો વિકલ્પ આપ્યો છે અને કેટલાક કિસ્સામાં તે સમય લાંબો પણ હોઈ શકે છે. થીઅરીની દૃષ્ટિએ જોઈએ તો કાઉન્સિલો તેમની રમત બરાબર રમી શકશે તો તેઓ મતદારોના અસંતોષથી દૂર રહેવાનું કામ પાર પાડી શકશે.
સરકારે અસરગ્રસ્ત કાઉન્સિલોને તેઓ ચૂંટણી મુલતવી રાખવા ઈચ્છે છે કે કેમ તેનો નિર્દેશ આપવા જણાવ્યું છે. લગભગ 50 ટકા કાઉન્સિલોએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે અથવા આ સ્થાનિક ચૂંટણી મુલતવી રખાય તેમાં ભારે રસ દાખવ્યો છે.
---------------------------------------
તમારા રેફરન્સ માટે આ ટેબલ રજૂ કર્યું છે જેમાં જે કાઉન્સિલો ચૂંટણીને મોકૂફ રાખવા ઈછ્છે છે તેની સંભાવના જણાવાઈ છેઃ
કાઉન્સિલ બેઠકોની સંખ્યા
ડેવોન કન્ઝર્વેટિવ 60
ઈસ્ટ સસેક્સ કન્ઝર્વેટિવ 50
એસેક્સ કન્ઝર્વેટિવ 78
ગ્લોસ્ટરશાયર કન્ઝર્વેટિવ 55
હેમ્પશાયર કન્ઝર્વેટિવ 78
કેન્ટ કન્ઝર્વેટિવ 81
નોર્ફોક કન્ઝર્વેટિવ 84
ઓક્સફર્ડશાયર નો કન્ટ્રોલ 69
સફોક કન્ઝર્વેટિવ 70
સરે કન્ઝર્વેટિવ 81
થુરોક લેબર 49
વોરવિકશાયર કન્ઝર્વેટિવ 57
વેસ્ટ સસેક્સ કન્ઝર્વેટિવ 70
વર્સેસ્ટરશાયર કન્ઝર્વેટિવ 57
---------------------------------------------
તમને આમાં કશું રસપ્રદ જણાય છે? એક બાબત નોંધવા જેવી છે કે મોટા ભાગની કાઉન્સિલો કન્ઝર્વેટિવ્ઝના નિયંત્રણ હેઠળની છે.
સમગ્ર દેશમાં ર્ફોર્મ યુકે પાર્ટીની અવિરત આગેકૂચ ધરતીકંપ સમાન છે. આપણે જાણતા નથી કે આ સમર્થન વાસ્તવિક છે કે બે મુખ્ય પાર્ટીઓ તરફ અસંતોષમાં ઉછાળાની ક્ષણનું કારણ છે. આમ છતાં, પોલ્સમાં હવે રિફોર્મ યુકે પાર્ટી બે અગ્ર પાર્ટીઓ સાથે બરાબર સ્પર્ધામાં ચાલી રહી છે તેનો અર્થ એ કરી શકાય કે સ્થાનિક કાઉન્સિલ્સ, કાઉન્સિલરો અને મુખ્ય રાજકીય પક્ષો માટે ચીસાચીસ કરવાનો સમય આવી ગયો છે. રિફોર્મ યુકે ચોખ્ખા અર્થમાં એસ્ટાબ્લિશમેન્ટનો સફાયો કરી નાખશે અને આ સ્થાનિક કાઉન્સિલોમાંથી મોટા ભાગના પર કબજો જમાવી દેશે.
કન્ઝર્વેટિવ શેડો લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી કેવિન હોલિન્રેકેએ રસપ્રદ ટીપ્પણી કરી હતી કે,‘ સ્થાનિક ગવર્મેન્ટના રિસ્ટ્રક્ચરિંગ બાબતમાં કોઈ કાઉન્સિલ પર ધાકધમકી કે બ્લેકમેઈલિંગ કરાવા ન જોઈએ. વ્હાઈટહોલના આદેશ થકી તેને લદાવું ન જોઈએ.’ આમ છતાં, એમ લાગે છે કે કન્ઝર્વેટિવ કાઉન્સિલો ઈલેક્શન્સ મુલતવી રાખવાની ઈચ્છાના માર્ગે આગળ વધી રહી છે.
એવો અંદાજ છે કે આશરે 9 મિલિયન લોકોને આ મે મહિનામાં મતપેટીઓ મારફત તેમના મંતવ્યો વ્યક્ત કરવાની તક નહિ સાંપડે. ટોરીઝ માટે તો આ સ્થાનિક ચૂંટણીઓ દુઃસ્વપ્ન સમાન છે. કેર સ્ટાર્મરના શાસનના પ્રથમ છ મહિના તાજેતરના કોઈ પણ પ્રાઈમ મિનિસ્ટર કરતાં સૌથી ખરાબ રહ્યાં છે ત્યારે લેબર પાર્ટી માટે પણ આ ચૂંટણીઓ ખરાબ બની શકે છે. લેબર પાર્ટીએ ચૂંટણી અગાઉ આપેલા વચનોમાંથી પીછેહઠ કે દ્રોહ અને ઈલે્ક્શન પછી તેમણે વાસ્તવમાં પ્રજાને શું આપ્યું છે તેનો ઉમેરો કરો. ડિસેમ્બરની મધ્યમાં કેર સ્ટાર્મરની ચોખ્ખી લોકપ્રિયતા કે તરફેણનું રેટિંગ માઈનસ 41ના નવા તળિયે પહોંચ્યું છે અને હજું નવું તળિયું આવતું રહેશે.
સ્ટાર્મર તો હવે વચનો તોડનારા અને ધૂન આવે ત્યારે પોતાનું મગજ ફેરવી નાખનારા રાજકારણીના પર્યાય બની ગયા છે. નેશનલ ઈન્સ્યોરન્સમાં વધારો કરી 15 બિલિયન પાઉન્ડનો ટેક્સવધારો લાગુ કરવો, ફેમિલી બિઝનેસીસ અને ફેમિલી ફાર્મ્સ પર 20 ટકાનો ઈન્હેરિટન્સ ટેક્સવધારો, ગ્રૂમિંગ ગેંગ્સમાં ઈન્ક્વાયરીનો ઈનકાર તેમજ બોન્ડ માર્કેટનાં વળતાં પાણી જેવી બાબતો તેમના નેતૃત્ત્વમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં કોઈ રીતે મદદરૂપ બની શકે તેમ નથી.
ટોરીઝની પરિસ્થિતિ પણ જરાકે સારી નથી. તેમણે દેશને ખરાબ રીતે નીચાજોણું જ કરાવ્યું છે. તેમની પાસે યોગ્ય કામગીરી બજાવવા એક દાયકા કરતાં વધુ સમય હતો. આના બદલે, તેમણે જનાદેશને વેડફી નાખ્યો અને અનિયંત્રિત ગેરકાયદે માઈગ્રેશનને થવાં દીધું, આપણી શેરીઓમાં EHRCનું પોલિસીંગ તથા આક્રમક હેટ માર્ચર્સને કાબુ બહાર જવાની જાણે પરવાનગી આપી દીધી હતી.
જ્યારે આ બે મુખ્ય પાર્ટીઓએ તેમના પરંપરાગત વિશેષાધિકારોને પર્દર્શિત કર્યા છે ત્યારે રિફોર્મ યુકે પાર્ટીએ સામાન્ય જનતા-સમૂહોના અવાજને ઉઠાવીને વણથંભી આગેકૂચ કરી છે. આ પરિસ્થિતિમાં આપણે એ હકીકત પણ જોઈએ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તળાવની બીજી તરફ ઉભા રહેશે અને તેમની સાથે માત્ર યુએસએમાં જ નહિ, દુનિયાભરમાં કોઈ પણ સ્થળે પરિવર્તનો લાવવાની બુદ્ધિમતા, માર્ગ અને સાધનસંપત્તિ ધરાવતા ઈલોન મસ્ક છે. આથી, જ્યારે ટ્રમ્પ અને ઈલોન લેબર પાર્ટીને બરાબર ઝૂડી નાખે અને રિફોર્મ યુકેને સપોર્ટ કરે ત્યારે સમજી શકાય છે કે પરિવર્તનની સંભાવના હવે દેખાઈ રહી છે. શું મને એમ લાગે છે કે રિફોર્મ યુકે વહીવટ ચલાવવા તૈયાર છે, તો આ ઉત્તર સરળ ના- NO છે. અને ત્યાં જ આપણો દેશ સંકટમાં મૂકાયેલો છે.
આ જ કારણોસર હું કદાચ માનું છું કે આ સ્થાનિક ચૂંટણીઓ તેમના મે 25ના નિયત સમયાનુસાર યોજાય તો બહેતર રહેશે. હા, ટોરીઝનો કરૂણ રકાસ થશે અને લેબર પાર્ટીને પણ બરાબરની લાત પડી શકે તેમાં શંકા નથી. આમાં વિજેતા રિફોર્મ યુકે નીવડશે. રિફોર્મ યુકેને આગામી થોડાં વર્ષ સુધી કાઉન્સિલ સ્તરે વહીવટ સંભાળવા દો. જો તેઓ સારી કામગીરી બજાવશે તો 2029માં આવનારા જનરલ ઈલેક્શનમાં મોટી સ્થાપિત પાર્ટીઓ મુશ્કેલીમાં મૂકાઈ જશે.
આમ છતાં, જો તેઓ સ્થાનિક વહીવટમાં અરાજકતા સર્જતા રહે તો મતદારોને એક ઝાંખી અવશ્ય મળશે કે જો તેઓ કદી પાર્લામેન્ટ પર અંકુશ મેળવશે તો તેઓ કેટલા ખરાબ રહેશે. ઈતિહાસમાં આ એક એવા સમયગાળામાં એક છે જ્યારે કોઈને ખરેખર કોઈ જાણ હોતી નથી કે શું થવાનું છે. પરંતુ, આપણા માટે તો આ વાસ્તવમાં આ જોવાનું મનોરંજક બની રહેશે કે રાજકારણીઓ કેવી રીતે કાગારોળ મચાવવાના તદ્દન નકામા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.