ઐતિહાસિક ભારત ભૂમિ ક્યાં સુધી વિસ્તૃત હતી તેને ઈતિહાસવિદો અને ઈન્ડિક (સનાતન) ધર્મને અનુસરતા લોકો પણ ઘણી વખત નજરઅંદાજ કરતા રહે છે. ભારતવર્ષ આજની સરખામણીએ પાંચ ગણાથી વધુ વિસ્તારનું બનેલું હતું. તમે જરા વિચારો, પાંચ ગણો વિસ્તાર એટલે કે આપણા તમામ વર્તમાન પાડોશી દેશો આપણા શાંતિપૂર્ણ રાષ્ટ્રનો એક હિસ્સો જ હતા.
ઈન્ડિક આસ્થા (ધાર્મિક) પશ્ચિમના ધર્મોથી મૂળભૂતપણે તદ્દન અલગ છે. ધર્મો પુરુષો દ્વારા, પુરુષો માટે, નિયંત્રણ અને સામૂહિક ધોરણે લોકોને ગુલામ બનાવવાની રચના છે. પ્રેમાળ કે શાંતિમય ઈશ્વરના ઓઠા હેઠળ, આ ધર્મો, આસ્થાએ અસંખ્ય સભ્યતાઓ, લોકો, ભાષાઓ, સંસ્કૃતિઓ અને વારસાનો નાશ કર્યો છે. તેમની વૃદ્ધિ હત્યા, બળાત્કાર, કપટ, વિશ્વાસઘાત અને નરસંહારની કામગીરી રહી છે. આ તથાકથિત ‘ધર્મો’એ ૨૦૦૦થી વધુ વર્ષોમાં ગુલામોના ઈતિહાસોને વ્યવસ્થિતપણે તોડીમરોડીને વિકૃત-ભ્રષ્ટ બનાવી દીધાં છે.
ઈન્ડિક–ભારતીય ધર્મો કે આસ્થા ‘ધર્મ’ પર આધારિત છે. આ ધર્મ પ્રત્યક્ષપણે આપણા સામાન્ય માનવતાના તેમજ બ્રહ્માંડની રચના અને તેનું નિયંત્રણ કરતા પ્રાકૃતિક બળોનું સારતત્વ છે. ભારતવર્ષની ધાર્મિક પરંપરાઓમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધના એકસમાન મૂળિયાં રહેલા છે. આ ધર્મોએ કદી અન્ય લોકો અથવા દેશો પર બળપૂર્વક પોતાને થોપી દીધાં નથી. જેઓ તેમનું અનુસરણ કરવા ઈચ્છે તેઓ પોતાની સ્વેચ્છા અને તેમનામાં રહેલા જોશ-ઉત્સાહ સાથે આમ કરી શકે છે. જોકે, આક્રમણખોરો દ્વારા ૨૦૦૦ વર્ષ જેટલા સમયગાળામાં કરાયેલી તોડમરોડ અને વિકૃતિઓના લીધે વર્તમાન ઈન્ડિક કોમ્યુનિટી પોતાના જ ઈતિહાસ અને વારસાની સમૃદ્ધિથી મોટા ભાગે અજાણ જ રહી છે. આજે મોટા ભાગે મિડલ ઈસ્ટ અથવા સામ્રાજ્યવાદી પશ્ચિમમાંથી જોવાં મળતાં વર્ણનો ઈન્ડિક લોકોને આજ્ઞાકારી માનસિકતાની જાળમાં ફસાવતા રહ્યા છે.
આખરે ૨૧મી સદીમાં જાગૃતિ જોવા મળી છે. આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે કેટલાક હિન્દુઓ સત્ય પ્રતિ જાગૃત થઈ રહ્યા છે. જોકે, વિશાળ બહુમતી આજે પણ તેમના સામ્રાજ્યવાદી માલિકીનાં માનસની ચુંગાલમાં ફસાયેલી છે.
ઉઠો અને જાગો, ઓ ભારતવાસીઓ, વિશ્વના સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપી શકીએ તે માટે તમારા જ સમૃદ્ધ ભૂતકાળને સ્વીકારવાનો સમય પાકી ગયો છે.
ભારત-ઈન્ડિયાએ ભારતવર્ષના સાચા ઈતિહાસને લખવાની જરુર છે જે આગળ જતાં દરેક શાળાઓમાં અભ્યાસક્રમનો હિસ્સો બની શકે. આપણા બિલિયોનર્સે તેમના નાણાનો સદુપયોગ કરવો જોઈએ. સમગ્ર વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓમાં આપણા સાચા ઈતિહાસમાં રચનાત્મક સંશોધનોને ભંડોળ આપવાની જરુર છે. મુસ્લિમો અને ક્રિશ્ચિયન્સ તો દાયકાઓથી આપણું અવમૂલ્યન કરવા આવી કામગીરી કરી રહ્યા છે. જો આપણી કોમ્યુનિટીના સાધનસંપન્ન લોકો આ બરાબર નિહાળી શકતા ન હોય તો આટલી અપાર સંપત્તિનો શું અર્થ?
અગાઉના પૂર્વ પાકિસ્તાનમાં ૩ મિલિયન હિન્દુઓની હત્યાકાંડ કરીને પણ પાકિસ્તાન છટકી શકે છે. બ્રિટિશ સામ્રાજ્ય પણ ૧૯૪૦ના દાયકામાં બંગાળમાં લાખો માણસોને ભૂખમરાથી મોતમાં ધકેલી છટકી ગયું. ઈસ્લામિક આક્રમણકારોએ લગભગ ૫,૦૦૦ હિન્દુ મંદિરોનો નાશ કર્યો પરંતુ, આજ દિન સુધી કોઈએ તેમને જવાબદાર ઠેરવ્યા નથી કે આંગળી પણ ચીંધી નથી. લાખો લોકોને તલવારની અણીએ ધર્માન્તરણ કરવાની ફરજ પડાઈ અને જે લોકોએ ધર્માન્તર કર્યું તેઓ જે ધર્મ-આસ્થાએ તેમના પૂર્વજોનો નાશ કર્યો તેના ગુલામ બની રહ્યા છે. ઈસ્લામિક બર્બતા-જંગાલિયાત સામૈ ધર્મનું રક્ષણ કરવા કેટલા શીખ ગુરુદ્વારા અને બાળકોએ બલિદાન આપ્યાં? આની યાદી તો અંતહીન છે. શું ભારતવર્ષના લોકો વિરુદ્ધ આચરાયેલા અત્યાચારો-ક્રુરતાનું સત્ય દસ્તાવેજોમાં ઉતારવાનો સમય પાકી ગયો નથી?
આપણે તાજેતરમાં જ જ્યુડિથ લેઈબરની ચામડામાંથી બનાવેલી ક્લચ બેગ હેરોડ્ઝમાં વેચાતી જોઈ છે જેના પર ભગવાન ગણેશજીની છબી મૂકાઈ છે! આપણે વિશ્વભરના ડિઝાઈનર્સ અને કંપનીઓ દ્વારા ઉત્પાદિત અને વેચાણ કરાતી અસંખ્ય આઈટમ્સ પર હિન્દુ દેવીદેવતાઓનું અપમાનજનક ચિત્રણ કરાતું જોયું છે. શું તેઓ મુસ્લિમો સાથે આવું વર્તન કરવાની હિંમત કરી શકે છે?
ઉઠો, જાગો ઓ ભારતવાસીઓ. તમે આખી જિંદગી નિદ્રામાં ચાલતા રહ્યા છો ત્યારે આપણા જ સૌજન્ય અને સજામાંથી મુક્તિ સાથે સતત તમારા વારસા-ધરોહરનું અપમાન થઈ રહ્યું છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)