લંડન: મોહનદાસ કરમચંદ ગાંધીને ઘણા ઉપનામથી સંબોધન કરાય છે જેમ કે ગાંધીજી, ગાંધીબાપુ, બાપુ મહાત્મા. આમાં સૌથી સન્માનનિય સંબોધન મહાત્મા છે. બેરિસ્ટર તરીકેની કારકિર્દી ફગાવીને ભારત દેશન આઝાદી અને જનકલ્યાણ માટે સાદગીસભર જીવન જીવનાર ગાંધીજીને મહાત્મા તરીકેનું બિરૂદ ગુરૂદેવ રવિદ્રનાથ ટાગોરે આપ્યું હતું પરંતુ ઘણા ઓછા લોકોને એ ખબર હશે કે બ્રિટિશ સરકાર દ્વારા ગાંધીજીને સત્તાવાર રીતે મહાત્માનું બિરૂદ અપાયું હતું.
સપ્ટેમ્બર ૧૯૩૮માં બ્રિટિશ સરકાર દ્વારા એક જાહેરનામુ જાહેર કરી ભવિષ્યમાં તમામ પ્રકારના સંદેશા વ્યવહારમાં ગાંધીજીને મહાત્મા ગાંધી તરીકે સંબોધન કરવાનો આદેશ અપાયો હતો. ગવર્મેન્ટ ઓફ ધ સેન્ટ્રલ પ્રોવિન્સિસ એન્ડ બેરર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા જાહેરનામા ક્રમાંક ૨૦૩૯-૨૪૫૮-૧૧ અનુસાર બ્રિટિશ સરકારના તમામ વિભાગોને ગાંધીજીને સ્થાને મહાત્મા ગાંધી શબ્દનો ઉપયોગ કરવાની સૂચના અપાઇ હતી.