ચાર દાયકા કરતા અગાઉના સમયમાં મહત્ત્વાકાંક્ષી લોકોના એક જૂથે યુકેમાં વસતા સાઉથ એશિયન સમુદાયની ઓળખ ઉભી કરવા અને તેનો અવાજ ઉઠાવવા માટે હાથ મીલાવ્યા. તેમનું વિઝન સ્પષ્ટ હતું. પરિસ્થિતિમાં સુધારો લાવવાનો. ૫ મે, ૧૯૭૨ના રોજ વિશ્વના અતિ શક્તિશાળી ગણાતા ક્ષેત્રો પૈકી એકના ભાગરૂપે ‘ગુજરાત સમાચાર’નો આરંભ થયો. ત્યારથી તે સતત પ્રગતિ કરતું રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં ઘણું બદલાયું છે અને બન્ને અખબારોએ સમયની સાથે તાલ મિલાવ્યો છે. મને એ ખાસ નોંધનીય લાગ્યું છે કે તેમનો ઉદ્દેશ એક સરખો જ રહ્યો છે.
૨૦૧૫ના મે મહિનામાં હું એશિયન વોઈસ સાથે જોડાઈ અને અખબાર સાથેના મારા મર્યાદિત જોડાણમાં હું કેટલાક અભિયાનની સાક્ષી રહી. આ તમામ અભિયાન બ્રિટિશ
ભારતીય સમુદાય દ્વારા હાથ ધરાયા હતા. શબ્દો કેટલા શક્તિશાળી હોય છે તે હું છેલ્લા ત્રણ વર્ષમાં જ હું સમજી શકી. અમે એક મંદિર બચાવ્યું, એક સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવી, ઈમિગ્રન્ટ્સ માટે ન્યાયની માગ કરી. મેં જોયું કે દરેક વખતે અમારી પેને કામ કર્યું અમે ઉડીને આંખે વળગે તેવો તફાવત સર્જ્યો. મને જણાયું કે સ્યાહી અજેય છે.
ગુજરાત સમાચારનો પ્રારંભ તત્કાલીન ભારતીય હાઈ કમિશનર અપ્પા સાહેબ પંતે કરાવ્યો હતો. અપ્પા સાહેબે સમાજની સેવા કરવા ટીમને જણાવ્યું હતું. તેમણે સમાજની સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવાની જવાબદારી ઉપાડી લેવા તેમને અનુરોધ કર્યો હતો. પરંતુ, સૌથી મહત્ત્વની વાતમાં તેમણે કોલોનિયલ રુલને દોષ ન દેવાની તાકીદ કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે અખબારની ફરજ તેનો અવાજ ઉઠાવવાની, સમાજને શક્તિ પ્રદાન કરવાની છે.
વર્ષો પછી અગાઉની જે ટીમ હતી તે નથી પરંતુ, વિચારો અગાઉ જેવા જ છે અને જે યોગ્ય હોય તે જ કરવું તેવો ભાવ છે.
ગ્રાહકોની ઉત્તરોત્તર વધતી જતી મજબૂત યાદી સાથે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર અગાઉ જેટલા જ અવાજ ઉઠાવનારા અને સ્પષ્ટતાવાદી છે. કેટલાક શ્રેષ્ઠ લોકો અમારી સાથે અમારા સમર્થનમાં છે. વિવિધ ક્ષેત્રોના જાણીતા અગ્રણીઓ અમારા અખબારોમાં તેમનું યોગદાન આપે છે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ડો. હરિ દેસાઈ, પ્રો, ચંદ્રકાન્ત પટેલ, તુષાર જોષી ‘ગુજરાત સમાચાર’ માં પોતાનું દ્રષ્ટિબિંદુ પોતાના વિચાર રજૂ કરનારી કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓ છે. તેવી જ રીતે ‘એશિયન વોઈસ’ માં પણ સાંસદ કિથ વાઝ, રાની સિંઘ, અલ્પેશ પટેલ, સુરેશ વાગ્જીયાણી અને અન્ય અગ્રણીઓ છે. આ
તમામ એકબીજા કરતા વધુ શક્તિશાળી છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કહ્યું છે કે જે બાબતો આપણને સ્પર્શતી હોય તેના વિશે આપણે મૌન થઈ જઈએ તે દિવસે જ આપણા જીવનના અંતની શરૂઆત થાય છે.
અપ્પા સાહેબે જે દિવસે આખી પેઢીને પ્રેરણા આપી હતી ત્યારથી ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’એ ખોટું હોય તેમાંથી સાચું શોધવાની સ્પષ્ટતાને પીછાણી છે. તેથી જ જેઓ અખબાર ચલાવતા હોય છે તેઓ જ્યારે પણ અન્યાય જુએ કે તરત જ અવાજ ઉઠાવવાનું તેમના માટે સરળ બની જાય છે. ‘મંદિર બચાવો અભિયાન’ સૌથી વધુ અસરકારક અભિયાનો પૈકીનું એક હતું. ભારતની બહાર આવેલા અતિ પ્રખ્યાત હિંદુ મંદિરો પૈકીના એક એવા હરે કૃષ્ણ મંદિરને બંધ કરી દેવાયું તેના વિરોધમાં ૧૪ માર્ચ, ૧૯૯૪ના રોજ ૩૫,૦૦૦થી વધુ લોકો સંસદની બહાર ધરણા પર બેઠા હતા. પ્રજાનો અવાજ કેટલો મજબૂત હોઈ શકે તેની પ્રતીતિ કરાવવા હિંદુ, જૈન અને શીખ સમાજ ‘ઈસ્કોન’ની પડખે ઉભા રહ્યા હતા. હરે કૃષ્ણ સમુદાયના લોર્ડ્ઝ, સાંસદો, કાઉન્સિલરો અને મુખ્ય સભ્યો સમગ્ર બ્રિટિશ ભારતીય સમુદાયને એકજૂથ બનાવનારા પહેલા અભિયાનની સ્મૃતિઓ શેર કરવા ભેગા થયા હતા. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક /તંત્રી આ સફળ અભિયાન પાછળની મુખ્ય વ્યક્તિ હતા તેટલું જ નહીં પરંતુ, લોકોને એકત્ર કરવામાં, પેઢીઓ અને સમુદાયોને સંગઠિત કરવામાં અખબારોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા એક વ્યક્તિ હતા.
સૌથી વધુ અસરકારક રહ્યું હોય તેવું બીજું અભિયાન અમદાવાદ – લંડન ડાયરેક્ટ ફ્લાઈટ હતું. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાં ગુજરાતીઓની ડ્રીમ ફ્લાઈટની ઉડાન વિશે લેખ પ્રગટ થયો હતો. વર્ષોની ઝુંબેશ બાદ, ભારતીય પ્રધાનો, ગુજરાતના મુખ્યમંત્રી, અમલદારો અને અન્ય અગ્રણીઓને મળીને અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને લંડનના હિથરો વચ્ચે સીધી ફ્લાઈટની માગણી કરવામાં આવી હતી. આ અભિયાનની સફળતા પણ ભવ્ય હતી .
નવેમ્બર, ૨૦૧૫માં વિશ્વના અગ્રણી દેશો પૈકી એક દેશના વડા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત યુકેની મુલાકાત લીધી. વેમ્બલીના ભરચક સ્ટેડિયમમાં પોતાના પ્રથમ ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે આ બાબતે મારા પ્રિય મિત્ર સી બી ‘મારો કોલર પકડતા’ હતા. તેથી જ ભારત સરકાર ૧૫મી ડિસેમ્બરથી અમદાવાદ – લંડન વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરશે.
વડા પ્રધાન મોદી સાથે સીબીનો સંબંધ વર્ષો જૂનો છે. જોકે, વડા પ્રધાને ૬૦,૦૦૦ લોકોની મેદની વચ્ચે સીબીનું નામ લીધું તે માત્ર તેમના પ્રત્યેના માનને લીધે નહીં પરંતુ, તેમણે કેટલા પ્રયત્ન કર્યા છે અને બ્રિટનમાં વસતા ગુજરાતી સમુદાયને ભારત જવામાં સુગમતા પડે તે માટે તેઓ કેટલા સક્રિય છે તે દર્શાવવા તેમનું નામ લીધું હતું.
સીબી અને તેમની ટીમ દ્વારા યુકે અને અમદાવાદ બન્નેમાં હાથ ધરાયેલા અને ચાલતા કેટલાક અન્ય અભિયાન પણ છે. દેશમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રભાવ અને સત્યનિષ્ઠા વિશે તમામ વાચકો વાકેફ હશે જ તેથી તે તમામ અભિયાનની યાદી અત્રે આપવી જરૂરી નથી. ઈમિગ્રન્ટ્સ માટેની ઝુંબેશ ખૂબ લાંબી ચાલી હતી અને સફળ રહી હતી. ઈસ્ટ આફ્રિકા, ભારત અથવા મીડલ ઈસ્ટથી આવેલા તમામ ઈમિગ્રન્ટ્સને જ્યારે પણ અન્યાય થયો ત્યારે અમે અવાજ ઉઠાવ્યો છે. HSMP વિઝા સ્કીમના દરમાં ફેરફારનો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’એ જોરદાર વિરોધ કર્યો હતો.
કંપની અથવા વ્યક્તિને આગળ વધારવા માટે અન્ય ઘણી બાબતો પૈકીની એક ઉદ્દેશ કે હેતુ હોય છે અને એબીપીએલ ગ્રૂપ નસીબદાર છે કે તેમાં તેને ક્યારેય અછત વર્તાઈ નથી. અમે જ્યારે પિટિશન કરીએ અને કોઈ પૂર્વગ્રહ સામે વિરોધ નોંધાવીએ છીએ ત્યારે સરકાર પ્રત્યે સંપૂર્ણ આદર સાથે અમે તે કરીએ છીએ. અમે એ વાતની પણ તકેદારી રાખીએ છીએ કે જ્યારે અમે અમારા સમાજના સભ્યોની ફરિયાદો વિશે અવાજ ઉઠાવીએ ત્યારે અમે કદીયે અમારી હદ ઓળંગતા નથી.
વહાલા મિત્રો, એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને તા. ૫ મેએ ૪૬ વર્ષ થાય છે. આ સફર લાંબી અને ઉતાર ચડાવ સાથેની હતી. પરંતુ, તે બધામાં અમને જે સાચું છે તે જ કરવાની હિંમત અને દ્રઢ સંકલ્પ મળ્યા. ન્યાય માટે ઉભા થવું અને નિર્બળ માટે અવાજ ઉઠાવવો. સીબીના વર્ષોના અથાગ નેતૃત્વે કોંક્રિટ જેવી સ્થિરતાની અમારી ઈચ્છાને બળ પૂરું પાડ્યું છે. અમે કહીએ છીએ દરેક દિશામાંથી ઉમદા વિચારો આવવા દો.
અમારી સૌથી મહામૂલી મૂડી અમારા બહોળી સંખ્યાના વાચકો, તેમનો ભરોસો અને વિશ્વાસ છે. અમે આ માટે ખૂબ આભારી છીએ. અમે લાંબા સમય સુધી અમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે આપની સેવામાં કાર્યરત રહીશું.