• વીમા કૌભાંડમાં ત્રણ વર્ષની જેલની સજાઃ બનાવટી અકસ્માતો સર્જી ઈન્સ્યોરન્સ કૌભાંડમાં ભૂમિકા બદલ હેરો ક્રાઉન કોર્ટે ક્વીન્સ પાર્કના બશિર ઝૈરીને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. મુખ્યત્વે ટેસ્કો ડિલિવરી વાનને નિશાન બનાવી માલવર્ન રોડના બશિરે £૨૭૦,૦૦૦થી વધુ રકમ ખિસ્સાંભેગી કરી હતી. તેણે નિર્દોષ અને અસલામત ડ્રાઈવર્સને સાંકળી બનાવટી અકસ્માતો ઉભાં કર્યાં હતા, જેથી ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ખોટાં ક્લેઈમ્સ કરી શકાય. બનાવટી અકસ્માત ગોઠવી દીધા પછી બશિરને પર્સનલ ઈન્જરી, વ્હીકલ હાયરિંગ, વ્હીકલ સ્ટોરેજ, રીકવરી અને ડેમેજના નાણા ચુકવાતા હતા. તેણે £૩૧૩,૦૦૦નું નાણાકીય મૂલ્ય ધરાવતા બનાવટી માર્ગ અકસ્માતો ઉભાં કર્યાં હતા, જેમાંથી તેને £૨૭૯,૨૬૭ની રકમ મળી હતી. તેણે
ગયા મહિને યુકે વીમાઉદ્યોગ સાથે છેતરપીંડી આચરવાનો ગુનો કબૂલી લીધો હતો.