HDFCના ‘ઈન્ડિયા હોમ્સ ફેર’ની મુલાકાત લો અને ભારતમાં સ્વપ્નાનું ઘર વસાવો

Tuesday 19th May 2015 11:14 EDT
 

વતન ભારતમાં ઘર ખરીદવાનું હંમેશા સૌ ભારતવાસીઅોનું સ્વપ્ન રહ્યું છે. NRIઅને PIOમાટે સમગ્ર ભારતમાં પ્રાઈમ પ્રોપર્ટીઝની પૂછપરછ માટે અમૂલ્ય તક સાથે 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર' દ્વારા સાત વર્ષની સફળતા પછી ભારતની પ્રાઈમ પ્રોપર્ટીઝના પ્રદર્શન માટે આઠમી વખત 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર'નું શાનદાર આયોજન શનિવાર, તા. ૩૦ અને રવિવાર, ૩૧મી મે, ૨૦૧૫ દરમિયાન હિલ્ટન લંડન મેટ્રોપોલ હોટેલ, ૨૨૫ એજવેર રોડ, લંડન W2 1JU (નજીકનું ટ્યુબ સ્ટેશન એજવેર રોડ / પેડિંગ્ટન) ખાતે કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી પ્રદર્શન બન્ને દિવસ દરમિયાન સવારે ૧૦થી સાંજના સાત વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

આ પ્રોપર્ટી ફેરમાં ભારતના ૩૬થી વધુ જાણીતા અને પ્રતિષ્ઠિત ડેવલપર્સ દ્વારા સુખ સુવિધા અને સગવડથી ભરપૂર લેટેસ્ટ પ્રોજેક્ટ્સ રજૂ કરાશે. જેના થકી પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા લોકોને ખૂબજ મદદ થશે. આ મેળામાં આપ પોતાના સ્વપ્નાનું ઘર ૩૦ લાખ રૂપિયાથી ખરીદી શકશો.

HDFCના ‘ઈન્ડિયા હોમ્સ ફેર’માં મુલાકાતીઓને બેંગાલુરુ, ચેન્નાઈ, ગુજરાત, ગોવા, હૈદરાબાદ, કેરાલા, મુંબઈ, નેશનલ કેપિટલ રીજિયન NCR, પૂણે, પંજાબ અને કોલકાતામાં ફ્લેટ્સ, વિલા અને પ્લોટ્સ સહિતના વિવિધ વિકલ્પો ૧૦૦થી વધુ પ્રોજેક્ટ્સ ડિસ્પ્લેમાં જોવાં મળશે. મુલાકાતીઓ પ્રદર્શન દરમિયાન એક્સક્લુઝિવ ઓફર્સ અને મૂલ્યવર્ધિત બેનિફિટ્સના ફાયદા પણ મેળવી શકશે.

HDFC ‘સદાય આપની સાથે સેવામાં તત્પર’ રહી તમારી ઘર ખરીદવાની પ્રક્રિયામાં મદદ કરશે અને તેની સ્પેશિયલ ઓફર્સ અને નિષ્ણાત સલાહનો અવશ્ય લાભ લેશો. મેળા વિષે વધુ માહિતી મેળવવા માટે http://www.hdfc.com/ihflondon2015 પર મહેરબાની કરી આગોતરી નોંધણી કરાવવા વિનંતી. પ્રવેશ મફત છે પણ આપ મેળાની મુલાકાત લો ત્યારે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'નો ઉલ્લેખ કરવા વિનંતી.

છેલ્લા ૧૦ વર્ષથી લંડનમાં પોતાની બ્રાન્ચ દ્વારા યુકેમાં મજબૂત હાજરી ધરાવતી HDFCબેન્ક દ્વારા યોજાનાર આઠમું પ્રોપર્ટી પ્રદર્શન લંડન તેમજ યુકેના અન્ય શહેરોમાં વસતા NRIઅને PIOમાં તેની લોકપ્રિયતા દર્શાવે છે. સંપર્ક: 020 7872 5542 / 62. વધુ વિગત માટે જુઅો જાહેરાત પાન ૭.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter