લંડનઃ ICICI Bank લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડિઅરી ICICI Bank UK PLC દ્વારા યુકેમાં અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને ‘હોમવાન્ટેજ કરંટ એકાઉન્ટ -HomeVantage Current Account’ (HVCA) બેન્ક એકાઉન્ટની ઓફર કરાઈ રહી છે. આ એકાઉન્ટ VISA ડેબિટ કાર્ડની સાથે આવે છે જેનો ઉપયોગ વિશ્વમાં કોઈ પણ સ્થળે કરી શકાય છે.
ભારતમાં સેવિંગ્સ એકાઉન્ટની સમકક્ષ આ એકાઉન્ટ વિદ્યાર્થીઓ ભારતમાં હોય ત્યારે પણ ડિજિટલી અને તત્કાળ ખોલાવી શકે છે. તેઓ ICICI Bank ની શાખાની મુલાકાત લીધા વિના જ ઓનલાઈન અથવા ICICI Bank UK iMobile એપ મારફત એકાઉન્ટ ખોલાવી શકે છે. એક વખત એકાઉન્ટ ખુલી જાય પછી તેઓ ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ડેબિટ કાર્ડને એક્ટિવેટ કરી શકે છે. ફીઝિકલ ડેબિટ કાર્ડ તેમના ભારત અથવા યુકેના સરનામે મોકલી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ વન ટચ પોઈન્ટ મારફત એજ્યુકેશન લોન, ટ્રાવેલ કાર્ડ, બેન્ક એકાઉન્ટ્સ, યુકેમાં અથવા અન્યત્ર મની ટ્રાન્સફર સુવિધા મેળવી શકશે.
ICICI Bank UK PLC ના રીટેઈલ બેન્કિંગના વડા મિ. પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે,‘ICICI Bank UK એક દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ડાયસ્પોરાને વિવિધ પ્રકારની પર્સનલ, બિઝનેસ અને કોર્પોરેટ બેન્કિંગની સેવા આપી રહી છે. અમે વધુ અભ્યાસાર્થે યુકે આવતા વિદ્યાર્થીઓની વિશિષ્ટ બેન્કિંગ જરૂરિયાતોને સમજીએ છીએ અને તેમના માટે બેન્કિંગ સરળ અને સહેલું બની રહે તે માટે પ્રયત્નશીલ રહીએ છીએ. ડિજિટલ એકાઉન્ટ ખોલાવાની સુવિધા ભારતીય વિદ્યાર્થીઓને તેઓ જ્યારે ભારતમાં હોય ત્યારે પણ યુકે બેન્ક એકાઉન્ટ સાથે સરળતાથી જોડાઈ રહેવામાં મદદ કરે છે. ‘હોમવાન્ટેજ કરંટ એકાઉન્ટ’ અને VISA ડેબિટ કાર્ડ તેમને યુકેમાં તેમની રોજબરોજની બેન્કિંગ જરૂરિયાતોની સંભાળ લેવામાં મદદ કરે છે.
વિદ્યાર્થીઓ અને તેમના ભારતસ્થિત પેરન્ટ્સ ICICI Bank સાથે મજબૂત સંબંધ ધરાવે છે. અમે યુકેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તેમજ ભારતમાં તેમના પેરન્ટ્સની દેશપારની બેન્કિંગ જરૂરિયાતોને સરળ બનાવતી સંતોષકારક, સલામત અને સુરક્ષિત પદ્ધતિની સેવા આપવા ઉત્સુક છીએ.’
‘હોમવાન્ટેજ કરંટ એકાઉન્ટ’ના ચાવીરૂપ લક્ષણોઃ
સંપૂર્ણ ડિજિટલ પ્રોસેસઃ વિદ્યાર્થીઓ ભારતમાંથી અથવા યુકેમાં પણ બેન્ક એકાઉન્ટ ઓનલાઈન ખોલાવી શકે છે અને તત્કાળ એકાઉન્ટની વિગતો મેળવી શકે છે.*
ફ્રી ડેબિટ કાર્ડઃ વિદ્યાર્થીઓ ભારત અથવા યુકેના આપેલા સરનામે VISA ડેબિટ કાર્ડ મેળવી શકશે.
24/7ની પ્રાપ્તિ સુવિધાઃ ડિજિટલી એકાઉન્ટ ખોલવા અને બેન્ક એકાઉન્ટને એક્સેસ- સુલભ્ય બનાવવાનું સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાકની સુવિધા મળશે.
ત્રણ સરળ પગલાંમાં ‘હોમવાન્ટેજ કરંટ એકાઉન્ટ’માટેની અરજી અને એક્ટિવેશનઃ
1. મોબાઈલ એપ અથવા વેબસાઈટ થકી અરજીઃ અરજદારો ભારત અથવા યુકેના એપ સ્ટોર્સમાંથી ICICI Bank UK iMobile એપ ડાઉનલોડ કરી શકે છે અથવા www.icicibank.co.uk વેબસાઈટની મુલાકાત લઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
2. અરજીનું સબમિશનઃ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો, ઓરિજિનલ પાસપોર્ટ (ભારતીય અથવા બ્રિટિશ)ને સ્કેન કરો અને અરજી મોકલી આપો. એકાઉન્ટ તત્કાળ ખોલી આપવામાં આવશે.*
3. ઈન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરોઃ એક વખત એકાઉન્ટ ખોલી દેવાય તે પછી વિદ્યાર્થીઓ તત્કાળ ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગને એક્ટિવેટ કરી શકે છે.
* ચેકિંગને આધીન, ટર્મ્સ અને કન્ડિશન્સ લાગુ પડશે. જોઈન્ટ એકાઉન્ટ્સ ખોલાવવા માટે વિદ્યાર્થીઓએ ICICI Bankની નજીકની કોઈ પણ શાખાની મુલાકાત લઈ શકે છે.
એપ્લિકેશનના તબક્કા પહેલા અથવા તે દરમિયાન કોઈ પણ સપોર્ટ માટે વિદ્યાર્થીઓ [email protected] મારફત બેન્કનો સંપર્ક સાધી શકે છે અથવા +44 203 478 5319ને કોલ કરી શકે છે.
ICICI Bank Ltd (BSE: ICICIBANK, NSE: ICICIBANK and NYSE:IBN) ભારતમાં પ્રાઈવેટ સેક્ટરમાં અગ્રણી બેન્ક છે. જૂન 30,2022ના દિવસે બેન્કની કુલ અસ્ક્યામતો રુપિયા 14,15,581 કરોડ હતી.