RAC બ્રેકડાઉનની એક વર્ષની મેમ્બરશીપ ફી ભરનાર 'ગુજરાત સમાચાર'ના વાચકોને £૫૦ સુધીનું વળતર આપવાની RAC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. RAC એક એવું સંગઠન છે જેના ૯૨% સદસ્યો તેમના મિત્રો અને પરિવારજનોને RAC ના સદસ્ય થવાની ભલામણ કરે છે. RACની મેમ્બરશીપ લેવાથી કોઇ પણ સ્થળે વાહન બગડી જાય કે અકસ્માત થાય તો RACના તાલિમબધ્ધ, અનુભવી અને નિષ્ણાંત કર્મચારીઅો આપની સ્મિત સાથે મદદ કરે છે.
RACના બેઝીક રોડસાઇડ કવરની મેમ્બરશીપ ધરાવતા દરેક વાહનચાલકોને સમગ્ર યુકેમાં ચોવીસેય કલાક સપ્તાહના સાતેય દિવસ એક વર્ષ સુધી સેવા પૂરી પાડે છે. RACના આ કવરમાં નિષ્ણાંતની કાનૂની સલાહ, અકસ્માત વખતે મદદ અને અકસ્માત સ્થળથી દસ માઇલ સુધીના વિસ્તારમાં અકસ્માતગ્રસ્ત વાહનને લઇ જવાની મદદ કરવામાં આવે છે.
જો આ કવરમાં રીકવરીને ઉમેરવામાં આવે તો દેશવ્યાપી વેહીકલ રીકવરીથી લઇને રોડ સાઇડ આસીસ્ટન્સની મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત મેમ્બર્સને મફત વેહીકલ રીકવરી અને દેશભરમાં સાત મુસાફરોને મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
હોમ બ્રેકડાઉન કવરમાં વાહનને ઘરે મુશ્કેલી નડી હોય કે વાહન બગડ્યું હોય તો ઘરે મદદ કરવામાં આવે છે.
હોમ અને રીકવરીની સેવાને જો સાથે લેવામાં આવે તો રોડસાઇડ આસીસ્ટન્સ, નેશનવાઇડ વેહીકલ રીકવરી અને ઘરે વાહન બગડે તો મદદ કરવામાં આવે છે.
RACની સૌથી શ્રેષ્ઠ મેમ્બરશીપ ગણાતા હોમ, રીકવરી, અને આગળની મુસાફરી માટેના વિકલ્પને પસંદ કરવામાં આવે તો ઉપરોક્ત સુવિધા તો મળે જ છે સાથે સોલ્યુશન થ્રી પેકેજમાં વાહનના બદલામાં ત્રણ દિવસ માટે કંપની દ્વારા વાહન પૂરૂ પાડવામાં આવે છે અને જો કોઇ સ્થળે રાત રોકાવું પડે તો તેના માટેની રકમ પણ ચૂકવવામાં આવે છે.
RAC દ્વારા ભારતીય અને ગુજરાતી ગ્રાહકોને લક્ષમાં લઇને ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે અને આપના પોતાના 'માસી' આપની મદદ માટે તત્પર છે અને આપની રાહ જુએ છે.
RACની આ આોફર તા. ૧૩-૫-૧૫થી તા. ૧૫-૬-૧૫ સુધી જ અમલમાં છે. RACની મેમ્બરશીપ મેળવી £૫૦ સુધીની રાહત મેળવવા માટે આજે જ ફોન નંબર 0330 159 1070 પર ફોન કરવું અથવા તો rac.co.uk/visitauntie ની મુલાકાત લો.