મુંબઈઃ અમેરિકી શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા 24 જાન્યુઆરીના અદાણી ગ્રુપ બાબતે વિસ્ફોટક નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદથી સતત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય નેગેટિવ અહેવાલો વહેતાં થતાં રહેતાં અને ગ્રૂપ દ્વારા આ રિપોર્ટનું ખંડન કરવા છતાં રોકાણકારોના ડગમગી ગયેલા વિશ્વાસને લઈ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં અમુક શેરો છોડીને મોટાભાગના શેરોમાં ફંડોએ હેમરિંગ ચાલુ રહ્યું છે.
આ સાથે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે એક જ દિવસમાં વધુ રૂ. 33,993 કરોડ ઘટીને રૂ. 7 લાખ કરોડની સપાટી અંદર રૂ. 6,81,993 કરોડની સપાટીએ આવી ગયું છે. જે છેલ્લા 23 દિવસમાં એટલે કે 24 જાન્યુઆરી 2023ના રૂ. 19,19,888 કરોડની તુલનાએ રૂ. 12,37,895 કરોડ ઘટી ગયું છે.