લંડનઃ લંડનની અગ્રણી એસ્ટેટ એજન્સી ફેલિસિટી જે લોર્ડમાંથી કાઢી મૂકાયેલા કર્મચારી અબ્દુલ સમદે કંપની પર ૫,૦૦,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો છે. કંપનીએ બિઝનેસમાં અનૈતિક પદ્ધતિઓ અપનાવી હોવાનો પર્દાફાશરૂપ આક્ષેપ કરતાં તેને કાઢી મૂકાયાનો સમદે દાવો કર્યો હતો. કંપનીએ તેની વેલ્યુ વધારવા મકાનોના વાસ્તવિક વેચાણ કરતાં ઊંચુ વેચાણ બતાવ્યું હતું.
કંપનીને વધુ સફળ અને વેલ્યુએબલ બતાવવા માટે તેમના બોસ કંપનીના માર્કેટ શેર વિશે ખોટી રજૂઆત કરતા હતા. સમદ કંપનીની બાઉ ઓફિસમાં કામ કરતા હતા. વધારાની લિસ્ટેડ પ્રોપર્ટી માટે મેનેજરો અને બોસને બોનસ અથવા કમિશન મળતાં હતાં તેથી તેમણે પ્રોપર્ટીની સંખ્યા ન ઘટાડવા સમદને સૂચના આપી હતી.