ભારત, અમેરિકા અને કેનેડામાં ભવ્ય અને સફળ શરૂઆત બાદ સારેગામા હવે યુકેમાં ઈન બિલ્ટ સ્પીકર્સ અને ૫,૦૦૦ સદાબહાર હિંદી ગીતો સાથે પોર્ટેબલ ડિજિટલ ઓડિયો પ્લેયર સારેગામા કારવાં પ્રસ્તુત કરી રહ્યું છે. શ્રેષ્ઠ ડિજિટલ ટેક્નોલોજી સાથેના આ ઓડિયો પ્લેયરનો ઉપયોગ કરવાનું ખૂબ આરામદાયક અને સરળ છે. યુકેમાં કારવાં મેળવવા માટે ૧૧૯.૯૯ પાઉન્ડની કિંમતે amazon.co.uk પર ઓર્ડર આપી શકાય છે.
ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા તથા ગાયકો, ગીતકારો, સંગીતકારો, મૂડ વગેરેના આધારે અલગ કેટેગરી પાડીને કારવાં પર આ ૫,૦૦૦ ગીત પસંદ કરવામાં આવ્યા છે. જોગ ડાયલ ફેરવીને દરેક કેટેગરી પસંદ કરી શકાય છે. તો માત્ર નોબ ફેરવીને વ્યક્તિ કિશોર કુમાર ક્લાસિક્સ થી આર ડી બર્મનના ધબકતા હીટ ગીતોથી માંડીને સદાબહાર પ્રેમ ગીતો, સૂફી સંગીત આ બધું જ તેના ઓરિજિનલ વર્ઝનમાં કોઈપણ એડ વિના સળંગ સાંભળી શકે છે. કારવાંના મ્યુઝિક કલેક્શનમાં ૫૦ વર્ષના લાંબા સમય સુધી અમીન સાયાણી દ્વારા પ્રસ્તુત ગીતમાલાની તમામ કડીઓને પણ સમાવી લેવાઈ છે.
એફએમ રેડિયો વગાડવાના વિકલ્પ સાથે કારવાંનો હોમ રેડિયો તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. યુએસબી ડ્રાઈવમાં પ્લગીંગ કરીને અથવા બ્લૂટુથ દ્વારા ફોનને કારવાં સાથે જોડીને ગીતોના પર્સનલ કલેક્શનનો આનંદ પણ માણી શકાય છે. કારવાં રિચાર્જેબલ બેટરીથી સતત પાંચ કલાક સુધી ચાલે છે. આ પ્રોડક્ટ પર એક વર્ષની વોરન્ટી છે જે યુકેમાં તમામ સ્થળે લાગૂ પડે છે. આ તમામ ફિચર્સને લીધે સારેગમ કારવાં તમામ પ્રસંગો માટે આપના સ્નેહીને તદ્દન નવો અને અનોખી ભેટનો વિકલ્પ પૂરો પાડે છે.
સારેગામા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મહેતાએ જણાવ્યું હતું કે યુકેમાં રહેતા ભારતીય ઉપખંડના ડાયસ્પોરા તરફથી કારવાં માટે ખૂબ માગ છે. પોતાના વતનથી દૂર રહેતી અને જૂના સરસ હિંદી ગીતો માણવાની તક ગુમાવતી વ્યક્તિ માટે ખરેખર આ એક યોગ્ય વસ્તુ છે. વીતેલા વર્ષોના ગીતોમાં એક અલગ પ્રકારનું આકર્ષણ છે. ખાસ કરીને જેને ‘૭૦ના દાયકાના વિવિધભારતીનો અનુભવ હોય તેમને માટે ભૂતકાળની યાદોમાં સરી જવા માટે આ યોગ્ય અનુભવ છે. આ આપના પરિવાર અને મિત્રો માટે ખરેખર એક યોગ્ય ભેટ છે. કારવાં ક્લાસિક પોર્સેલિન વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ રહેશે.
સારેગામા ઈન્ડિયા વિશે
અગાઉ ધ ગ્રામોફોન કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ તરીકે જાણીતી સારેગામા ભારતીય સંગીતની સૌથી મોટી સંગ્રાહક છે. સારેગમ એ હવે મનોરંજનનું તેનું ફલક વિસ્તાર્યું છે, તેમાં પ્રકાશન, ટેલિવિઝન સોફ્ટવેર અને ડિજિટલ કન્ટેન્ટનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે સંપર્ક. એકતા કુમારી, [email protected]