લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ફીલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે અને દર્શકોને તા. ૨૫ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન મળશે. ફિલ્મ દબંગ, દબંગ-૨ અને 'ડોલી કી ડોલી' ફિલ્મના પ્રોડ્યુસર ઇન્ડિયા પ્રોપર્ટી શોના બ્રાન્ડ એમ્બેસડર છે.
અરબાઝ ખાને જણાવ્યું હતું કે 'ઇન્ડિયન પ્રોપર્ટી શોના બ્રાન્ડ એમ્બેસડર તરીકે જોડાતા મને આનંદ સાથે ગર્વ મહેસુસ થાય છે. આ શોને વિતેલા વર્ષોમાં ખૂબજ મહત્વની સફળતા સાંપડી છે અને તે પ્રોપર્ટી ક્ષેત્રમાં સ્થાપીત થઇ ચૂક્યો છે. મને આશા છે કે આ શો દ્વારા ઘણાં બધા ભારતીયો પોતાના માદરે વતનમાં પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન સાકાર કરી શકશે. આ શોનું આયોજન ખૂબ જ યુનિક રીતે થાય છે અને તેનું માર્કેટીંગ પણ સુંદર રીતે કરાય છે.
સુમાન્સા એક્ઝીબીશનના પ્રેસિડેન્ટ સુનિલ જયસ્વાલે જણાવ્યું હતું કે 'ખૂબ જ જાણીતા ફિલ્મ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન અમારા બ્રાન્ડ એમ્બેસડર છે તેનાથી અમારી બ્રાન્ડને ખૂબ જ મહત્વ મળી રહ્યું છે. અમારા ઇન્ડિયા પ્રોપર્ટી શોના અત્યાર સુધીમાં વિશ્વભરના વિવિધ શહેરોમાં કુલ ૨૬ શો થઇ ચૂક્યા છે. અમે વિશ્વભરમાં રહેતા ભારતીયોને તેમના સ્વપ્નાનું ઘર ખરીદવા માટે પ્લેટફોર્મ પુરા પાડવામાં સફળ રહ્યા છીએ. અમે દરેક શોને વધુને વધુ સુંદર બનાવી રહ્યા છે. આ પ્રદર્શન વિશેષ રીતે ભારતીય મૂળના લોકોની જરૂરિયાતને લક્ષમાં લઇને તૈયાર કરાયું છે.
બે દિવસના આ પ્રોપર્ટી શોમાં સૌ માટે પ્રવેશ મફત છે અને ભારતના ૪૦ જેટલા મોટા રીયલ એસ્ટેટ ડેવલપર્સ અને બ્રોકર્સ તેમાં ભાગ લઇ રહ્યા છે. આ શોમાં રોકાણકારોને ડેવલપર્સ તેમજ પ્રોપર્ટી એક્સપર્ટ સાથે મળીને માહિતી મેળવવાનું સુલભ બનશે. મુલાકાતીઅો પણ પ્રોપર્ટી તેમજ વાસ્તુ વિષે મફત માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે. વધુ વિગત માટે જુઅો જાહેરાત પાન ૯.