નવી દિલ્હી: વિશ્વના ટોચના 10 બિલિયોનેર્સની યાદીમાં ભારતીયોનો દબદબો કાયમ છે. યાદીમાં જે બે ભારતીય ઉદ્યોગપતિઓનો સમાવેશ થયેલો છે. તે બંને સતત આગળ વધી રહ્યા છે. એશિયાના સૌથી અમીર અદાણી ગ્રૂપમાં ચેરમેન ગૌતમ અદાણી ટોચના બિલિયોનેર્સની ફોર્બ્સ યાદીમાં આગળ વધીને પાંચમા ક્રમે પહોંચી ચૂક્યા છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ 123 બિલિયન ડોલરની નેટવર્થ સાથે અદાણી પાંચમા ક્રમે પહોંચી ગયા છે. આ પહેલાં યાદીમાં પાચમું સ્થાન ધરાવી રહેલા વોરેન બફેટ 121.7 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં છટ્ઠા ક્રમે પાછળ સરક્યા છે. તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી યાદીમાં આઠમા ક્રમે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે શેરબજારમાં ભારે કડાકાઓ વચ્ચે પણ એશિયાના સૌથી મોટા ધનપતિ ગૌતમ અદાણીની સાતમાંથી પાંચ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી રહી છે.