વોશિંગ્ટનઃ એવું મનાય છે કે એવું કોઇ કાર્ય નથી કે જે એલન મસ્ક ન કરી શકે. આથી જ ટેસ્લાના સીઇઓ ટૂંક સમયમાં આઇફોન અને એન્ડ્રોઇડને ટક્કર આપવા મેદાનમાં ઉતરી શકે છે. મસ્કે જણાવ્યું છે કે જો એપલ અથવા ગૂગલ એપ સ્ટોરમાં ટ્વિટરને પ્રતિબંધિત કરાશે તો તે સ્માર્ટફોન બનાવતી નવી કંપની લોન્ચ કરશે. એક ટ્વિટર યુઝરે મસ્કને પ્રશ્ર કર્યો હતો કે ગૂગલ અથવા એપલ એપ સ્ટોર્સમાંથી ટ્વિટરને પ્રતિબંધિત કરાશે તો શું તમે નવા ફોન નિર્માણનું કરશે? આ પ્રશ્નના જવાબમાં મસ્કે કહ્યું હતું કે મને આશા છે કે આવું નહીં થાય અને જો થશે તો હું ચોક્કસપણે સ્માર્ટફોન બનાવતી કંપની શરૂ કરીશ.
જો મસ્ક ગૂગલ અને એપલની ગાઇડલાઇનનું પાલન ન કરે તો ગૂગલ અને એપલ તેમના એપ સ્ટોર્સમાંથી ટ્વિટરને પ્રતિબંધિત કરી શકે છે.