ડેન્યુબ પ્રોપર્ટીઝના સથવારે દુબઇમાં રોકાણ

Tuesday 28th July 2015 12:44 EDT
 

દુબઇમાં પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરવા માંગતા બ્રિટનવાસીઅોના લાભ માટે ડેન્યુબ પ્રોપર્ટીઝ દ્વારા તેમના લોકપ્રિય પ્રોજેક્ટ 'ગ્લીટ્ઝ થ્રી' વિષે માહિતી આપવા આગામી તા. ૧-૮-૧૫ના રોજ સાવારના ૧૧ થી સાંજના ૭ દરમિયાન હયાત રીજન્સી ચર્ચીલ, માર્બલ આર્ચ, લંડન W1H 7BH ખાતે અને રવિવાર તા. ૨-૮-૧૫ સવારે ૧૧ થી સાંજના ૭ દરમિયાન રેડબ્રિજ હોલ, ઇલફર્ડ IG1 1DD ખાતે પ્રોપર્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

વાર્ષિક ૧૫% સુધીના વળતરની શક્યતા ધરાવતા અને £૧૪૦,૦૦૦ના દરથી શરૂ થતા સ્ટુડીયો, ૧-૨ અને ૩ બેડરૂમના એપાર્ટમેન્ટ્સ ૮થી ૧૦ ટકા ભાડુ કમાવી શકે છે. દુબઇમાં કોર્પોરેટ, કેપિટલ કે ઇન્કમટેક્ષ ભરવાનો ન હોવાથી ઉંચુ વળતર મળે છે. આટલું જ નહિં તમે કોઇ પણ દેશની નાગરીકતા ધરાવતા હો છતાં તમેે મિલ્કત ખરીદી શકો છો.

ડેન્યુબ પ્રોપર્ટીઝના રિઝવાન સાજને જણાવ્યું હતું કે 'અમારા લેન્ડમાર્ક પ્રોજેક્ટ 'ગ્લીટ્ઝ થ્રી'ને યુકેના રોકાણકારો સમક્ષ રજૂ કરતા અમને આનંંદ થાય છે. આ પ્રોજેક્ટ પરિવારો, પ્રોફેશન્લસ અને રોકાણકારો માટે આદર્શ છે. આ પ્રોજેક્ટ ઉચ્ચ ગુણવત્તા અને સુખ સગવડો ધરાવે છે. પ્રોજેક્ટ સ્થળ પર ખાસ લક્ષમાં રખાયા છે. દુબઇ સમગ્ર વિશ્વના રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટમાં ૩૦૦ એપાર્ટમેન્ટ્સ છે અને આઠ ટાવરના આ પ્રોજેક્ટમાં લેન્ડસ્કેપ ગાર્ડન, ટેનીસ અને બાસ્કેટ બોલ કોર્ટ્સ, હેલ્થ ક્લબ, સ્વીમીંગ પુલ અને બાળકોને રમવાના વિસ્તારનો સમાવેશ કરાયો છે. વધુ માહિતી માટે સંપર્ક: +971 4 399 8333અથવા જુઅો જાહેરાત પાન ૭.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter