ન્યાયમૂર્તિ વિક્રમજીત સેનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જણાવ્યું કે તે નફાકારક તમામ રૂટો પ્રાઇવેટ એરલાઇન્સ પાસેથી પાછા લે. કોર્ટ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ અને અનેક કર્મચારી યુનિયનોની અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે મેનેજમેન્ટ અને યુનિયન સાથે બેસીને વિવાદની પતાવટ કરે. એ પણ જણાવ્યું કે કર્મચારીઓની હડતાલ એર ઇન્ડિયામાં સામાન્ય બની ગઇ છે. આથી એર ઇન્ડિયાની આ હાલત થઈ છે.
સેને જણાવ્યું કે, હું ખેદ સાથે કહું છું કે સ્થિતિ ત્યાં સુધી પહોંચી છે કે પ્રાઇવેટ એરલાઇન્સમાં મુસાફરી કર્યા પછી જો એર ઇન્ડિયામાં કોઈ પ્રવાસ કરે છે તો તે એ જ વિચારે છે કે અંતે તેણે આ ફ્લાઇટ પસંદ કરી જ કેમ! કોર્ટે એ પણ જણાવ્યું કે એર ઇન્ડિયાના આર્થિક તંગીની વાત લાંબા સમયથી ચાલે છે પરંતુ હવે તો સુરક્ષા અંગેની સમસ્યાઓ પણ સામે આવે છે. વિમાનમાં ગ્રેનેડ પણ મળ્યાં છે, આખરે આ બધું ક્યાં સુધી ચાલતું રહેશે?