બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે. બાંધકામ અને પ્રોપર્ટી મેનેજમેન્ટના ક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધ્યું છે. પરંતુ છૂટક વેચાણ, ઉત્પાદન, આઇટી ક્ષેત્રમાં એટલો વધારો થયો નથી.