લંડનઃ નોર્થ યોર્કશાયરના કાઉન્સિલરોએ સોમવારે થર્ડ એનર્જીને શેલગેસ ફ્રેકિંગ માટે મંજૂરી આપી છે. બે દિવસની સુનાવણી પછી કાઉન્ટી કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ થર્ડ એનર્જીની અરજીને સાત વિરુદ્ધ ચારથી મંજૂર કરી હતી.
થર્ડ એનર્જીના ચીફ એક્ઝિક્યુટીવ રસિક વાળંદે કહ્યું હતું કે ‘આ મંજૂરી કોઈ વિજય નથી પરંતુ મોટી જવાબદારી છે. અમારે કમિટી અને રાયડેલની પ્રજાને ઓપરેશનની સલામતી અને સ્થાનિક પર્યાવરણને અસર ન થાય તેવા આપેલા વચનો પાળવાના રહેશે.’ થર્ડ એનર્જી કર્બી મિસપેર્ટન નજીક રાયડેલમાં કામગીરી કરવાની યોજના ધરાવે છે. આ મંજૂરીથી બ્રિટનની શેલ ગેસ ઇન્ડસ્ટ્રીને ઉત્તેજન મળશે. અગાઉ એક વર્ષ પહેલાં લેંકશાયરમાં સત્તાવાળાએ કુઆડ્રિલા કંપનીની બે પરમીટ નકારી કાઢી હતી.