અમદાવાદઃ ગુજરાતમાં પરફ્યુમના શોખીનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી દેશના કુલ પરફ્યુમ બજારમાં ગુજરાતનો હિસ્સો વધીને છ ટકા નોંધાયો છે. ગુજરાતીઓમાં ખાસ કરીને અગ્રણી કંપનીઓના પરફ્યુમની માગ વધી રહી છે. શોપિંગ પોર્ટલ ઇબેના એક અંદાજ અનુસાર વર્તમાન સમયમાં દેશમાં પરફ્યુમનું બજાર રૂ. ૨૦૦૦ કરોડ જેટલું છે. હાલમાં ખાસ કરીને યુવા પેઢી ઓનલાઇન શોપિંગ તરફ વળી રહી હોવાથી ઓનલાઇન પરફ્યુમનું માર્કેટ અંદાજે ૧૪૮ કરોડ રૂપિયાનું છે જેમાં ૧૨૦ ટકાની વૃદ્ધિ સાથે આ બજાર રૂપિયા ૩૪૫ કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે.