મુંબઈઃ ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જાહેર કરેલી ૫૦ સફળ બિઝનેસ વુમનની યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી પ્રથમ છે અને એસબીઆઈનાં વડાં અરુંધતિ ભટ્ટાચાર્ય બીજા સ્થાને છે. આ ઉપરાંત આઠ ભારતીય સ્ત્રીઓના નામ યાદીમાં છે. યાદીમાં ૨૭ નામો પહેલી વખત આવ્યાં છે. નીતા ફોર્બ્સની યાદીમાં પ્રથમ રહેતાં તેમને ભારતીય ઉદ્યોગજગતનાં ફર્સ્ટ લેડીનો દરજ્જો અપાયો છે. એવો દેશ કે જ્યાં અબજોપતિ પતિઓની છાયામાં પત્નીઓ રહે છે તેવા દેશમાં નીતાની પ્રોફાઇલ સતત વધી રહી છે. અરુંધતિ (૬૦ વર્ષ) અંગે ફોર્બ્સે લખ્યું છે કે બેન્કમાં તેમના માટે પડકારો છે. ૨૦૧૫માં તેઓ વિશ્વનાં ૩૦મા ક્રમનાં સૌથી શક્તિશાળી મહિલા હતાં.
બાળકની સારસંભાળ માટે બે વર્ષની નીતિ તેઓ લઈ આવ્યાં હતાં. અંબિગાએ વર્ષે જાન્યુઆરીમાં રૂ. ૬૫૦૦ કરોડનું મૂલ્ય ધરાવતી મૂ સિગ્માની જવાબદારી સંભાળી છે. દીપાલી (૪૬ વર્ષ)એ પાંચ વર્ષ પહેલાં વેલસ્પન ઇન્ડિયાનો કારભાર સંભાળ્યો હતો. હવે રૂ. ૫૦૦ કરોડ કરતાં વધુનો નફો કરે છે. વિનીતા (૪૮ વર્ષ) દેશની સૌથી મોટી ફાર્મા કંપની ચલાવે છે. ગત વર્ષે તેમણે રૂ. ૮ હજાર કરોડ કરતાં વધુનાં હસ્તાંતરણો કર્યાં હતાં. ચંદા (૫૪ વર્ષ) એ યાદીમાં પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. તેમને મહિલાઓ માટે કામ કરવાનું સાનુકૂળ વાતાવરણ બનાવવા માટેનો શ્રેય અપાય છે. વંદના (૫૬)ને મહિલાઓમાં સુંદરતા અને તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો શ્રેય અપાય છે. તેમણે વીએલસીસીની ચેઇન સમગ્ર દેશમાં ખોલી છે. કિરણ (૬૩ વર્ષ) સેલ્ફ મેડ લીડર છે. બાયોકોન કંપનીને મોટી કંપની બનાવી છે.
સૌથી શક્તિશાળી ભારતીય મહિલાઓ
(નામ આગળના આંકડા ફોર્બ્સની રેકિંગ છે)
૧. નીતા અંબાણી, ચેરપર્સન, રિલાયન્સ ફાઉન્ડેશન
૨. અરુંધતી ભટ્ટાચાર્ય, ચેરપર્સન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
૧૪. અંબિગા ધીરજ, સીઇઓ, મુ સિગ્મા કંપનીના.
૧૬. દીપાલી ગોયન્કા, સીઇઓ, વેલસ્પન ઇન્ડિયા
૧૮. વિનીતા ગુપ્તા, સીઇઓ, લ્યુપિન
૨૨. ચંદા કોચર, સીઇઓ અને એમડી, આઇસીઆઇસીઆઇ બેન્ક
૨૬. વંદના લુથરા, સંસ્થાપક વીએલસીસી હેલ્થકેર
૨૮. કિરણ મજુમદાર શો, સીએમડી, બાયોકોન