લંડન સ્થિત બ્લેકસ્ટોન પેઢીના અગ્રણી સલાહકાર, ફાઇનાન્સર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી જીતેશભાઇ ગઢીયા દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા બજેટ વિષે ખૂબજ અભ્યાસપૂર્ણ અહેવાલ આ સપ્તાહના 'એશિયન વોઇસ'માં પાન નં. ૧૭ ઉપર રજૂ કરાયો છે. શ્રી ગઢીયા બાર્કલેઝ કેપિટલ, એબીએન આમરો અને બેરીંગ બ્રધર્સમાં સેવા આપી ચૂક્યા છે અને સીટી હિન્દુ નેટવર્કના સલાહકાર જુથના સદસ્ય પણ છે.