ભારત એક એવો દેશ છે જ્યાં અઢળક કુદરતી ખુબસુરતી કુટી-કુટીને ભરી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તથા ગુજરાતથી લઈને કલકત્તા સુધી જોવા લાયક સ્થળો મળી રહે છે. એક એવો દેશ કે જેમાં ૨૯ રાજ્યો તથા તેમાં બોલાતી ૨૨ ભાષાઓ તથા દરેક રાજ્ય નું એક અનોખિ સંસ્કૃતિ જોવા મળે છે.
નરેન્દ્ર મોદીએ ચાલુ કરેલ અમદાવાદનો પતંગ મહોત્સવ જોવા મળે તો એની વાત જ શી કરવી? આ ઉપરાંત અમદાવાદમાં હાલમાં જ વિકસિત કરાયેલ રિવર ફ્રન્ટ, વોક-વે, કાંકરીયા તળાવ તથા BRTSનો અનુભવ તો કરવો જ રહ્યો. રણની વાત કરીએ તો કચ્છનું સફેદ રણ તથા રાજસ્થાનનાં અદભુત રણની તો વાત જ કંઈ ઓર છે. ઉદેપુર અને જયપુર જેવા શહેરોની ઐતિહાસિક વાતો તથા ત્યાંના પુરાણા કિલ્લાઓની વાત જ કંઈ અલગ છે.
લડાખમાં મનોરમ્ય દ્રશ્યો અને સંસ્કૃતિ છલોછલ ભર્યા છે. દિલ્લીના લાલ કિલ્લો, ચાંદની ચોક તથા પરાઠેવાલી ગલીનું તો શું કહેવું. મુંબઈ તથા દિલ્લીનું વિશ્વસ્તરનું નવું એરપોર્ટ જોવું જ રહ્યું. મુંબઈનાં ગેટવે અોફ ઇન્ડિયા, તાજ હોટેલ, જુહુ બીચ તથા ત્યાંના શોપીંગનો અનુભવ કરવો જ રહ્યો. કેરાલાનું ભોજન, બેક વોટરની નાવ તથા ત્યાંની પારંગત મસાજનો અનુભવ કોઇ પણ રીતે ચૂકવા જેવો નથી. કલકત્તાના રસગુલ્લા, સંદેશ તથા ત્યાંનાં કોફી હાઉસનો અનુભવ કરવો જ રહ્યો.
ભારતીય પોશાકો, તેની બોલી, જાત-જાતનું ભોજન તથા અલગ-અલગ સંસ્કૃતિ વગેરેને માણવા માટે આપણે ભારત જવું જ રહ્યું. અને તે માટે જ ડ્યુક્સ કોર્ટ ટ્રાવેલ્સ આપની સેવામાં સદાય હાજર છે અને આપની અનુકુળતા મુજબના સમય, જોવાલાયક સ્થળો અને પસંદગી મુજબના સર્વ શ્રેષ્ઠ ડીલની વ્યવસ્થા કરી આપવામાં આવશે.