માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માર્ચ 2025 સુધીમાં નવા 12 શોરૂમ્સ સાથે વિસ્તરણ માટે સજ્જ છે. આ સાથે 13 દેશોમાં 391 શોરૂમ્સ સાથે તેની વૈશ્વિક હાજરી વધુ મજબૂત બની જશે. નવા 12 શોરૂમ્સ મુંબઈ, પૂણે જેવાં શહેરો તેમજ ઓડિશા, ઝારખંડ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. આ વિસ્તરણ પાછળ 69 મિલિયન અમેરિકી ડોલરનું જંગી ઈન્વેસ્ટમેન્ટ કરાયું છે અને તેનાથી આ નાણાકીય વર્ષમાં નવી 406 નોકરીઓ સર્જાઈ છે.
આ ઉપરાંત, કંપની 2025માં વધુ 60 શોરૂમ્સ ખોલવાનું આયોજન ધરાવવા સાથે GCC, યુકે, અને કેનેડા સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વિસ્તરણ કરશે. MGD બ્રાન્ડ દ્વારા અભિનેતા NTR જુનિયર સાથે કન્ઝ્યુમર કેમ્પેઈનનો આરંભ કરાયો છે જેમાં ટકાઉ પદ્ધતિઓ અને સર્ટિફાઈડ જ્વેલરી પર ભાર મૂકાયો છે.
કંપનીના ચેરમેન અહમાદે નૈતિક બિઝનેસ રીતરસમો અને ગ્રાહકોના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરી વિશ્વની સર્વોચ્ચ જ્વેલરી બ્રાન્ડ બનવાના કંપનીના વિઝનને હાઈલાઈટ કર્યું હતું. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ ઉચ્ચ ક્વોલિટીની કારીગરી-ક્રાફ્ટ્સમેનશિપ અને ઈનોવેશનની ચોકસાઈ સાથે ભારતભરમાં 10 અને આંતરરાષ્ટ્રીય 5 ફેક્ટરીઝનું સંચાલન કરે છે.
કંપનીની વૈશ્વિક હાજરી 25,000થી વધુ પ્રોફેશનલ્સ સાથે યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરિન, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સુધી વિસ્તરેલી છે. માલાબાર ગ્રૂપ દરરોજ 60,000 લોકોને મફત ભોજન પુરું પાડવાના ‘હંગર ફ્રી વર્લ્ડ’ પ્રોજેક્ટ તેમજ ભારતભરમાં શેરીઓમાં રહેતાં બાળકો માટે 581 લર્નિંગ સેન્ટર્સ સ્થાપવા સહિત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ-CSR ઈનિશિયેટિવ્ઝમાં પણ રોકાણ કરે છે.
1993માં સ્થાપિત માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનું ટર્નઓવર 6.2 બિલિયન ડોલરનું છે અને 380થી વધુ આઉટલેટ્સના ગ્લોબલ નેટવર્ક સાથે કામગીરી બજાવે છે. કંપની આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ESG-પર્યાવરણ, સામાજિક અને વહીવટી મૂલ્યોનું એકીકરણ કરે છે અને આવી ઈનિશિયેટિવ્ઝ માટે નફાના 5 ટકાની ફાળવણી કરે છે.