બાલાજી બ્રાન્ડની પોટેટો વેફર્સ અને સ્નેક્સ ઉત્પાદક બાલાજી વેફર્સના મેનેજિંગ ડિરેક્ટર ચંદુભઆઈ વિરાણીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આગામી મે ૨૦૧૫ સુધીમાં અમારો ફ્રેન્ચ ફ્રાઇઝ પ્લાન્ટ તૈયાર થઈ જશે.’ કંપની ઇસ્કોન બાલાજી ફૂડ્સ પ્રા. લિ. (આઇબીએફ)ને પ્રમોટ કરી રહી છે, જે અમદાવાદ નજીક ફ્રેન્ચ ફ્રાઇઝનું ઉત્પાદન કરશે. હાલમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, સ્માઇલ્સ, આલુ ટિક્કી, પોટેટો ચીઝ શોટ્ઝ વગેરે દ્વારા પોટેટો સ્પેશિયાલિટી માર્કેટમાં કેનેડિયન પેરન્ટ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા-કંપનીની મેકેન ફૂડ્સ (ઇન્ડિયા) અગ્રેસર છે.
બાલાજીએ નાના શહેરમાંથી આગળ વધીને પોતાની મહેનતથી વૃદ્ધિગાથા કંડારી છે. લગભગ રૂ. ૪,૦૦૦ કરોડનું મૂલ્ય ધરાવતી બાલાજીમાં હિસ્સો ખરીદવા માટે પેપ્સીકો, મોન્ડેલ્ઝ, આઇટીસી અને બ્રિટાનિયા જેવી કંપનીઓને રસ પડ્યો હતો, પરંતુ ૨૦૧૩માં કંપનીએ આંશિક હિસ્સો ખરીદવાની દરખાસ્તો નકારી કાઢી હતી. કંપીની નવી ઓફરના કારણે પોર્ટફોલિયોમાં ગેપ પૂરાય તેવી શક્યાત છે. પોટેટો વેફર્સમાં પેપ્સીકોની લેય્ઝ કેટેગરી લીડર છે.
ઇસ્કોન બાલાજી રેડી-ટુ-કુક પોટેટો ફ્લેપ્સ ઉત્પાદન કરે છે અને બટાટા માટે મજબૂત સપ્લાય ચેઇન ધરાવે છે. તેથી ઉત્પાદનોમાં વિસ્તરણ સ્વભાવિક હતું. નવા પ્રોજેક્ટ માટે મશીનરી ઉત્પાદકોને જર્મનીમાં મળીને આવેલા વિરાણી કહે છે કે, ‘ફ્રેન્ચ ફ્રાઇઝમાં ભવિષ્ય રહેલું છે. બધા લોકો તે ખાય છે.’ ઇસ્કોન બાલાજીના એમડી અને સીઈઓ નીલ કોટકના જણાવ્યા પ્રમાણે, ‘અમે અનેક પ્રકારની પોટેટો સ્પેશિયાલિટી પ્રોડક્ટસ રજૂ કરીશું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ પ્રોડક્ટનું ઇનોવેશન દ્વારા ભારતીયકરણ કરાયું હશે અને તે ફ્રેન્ચ ફ્રાઇઝની પૂરક હશે.’