અમદાવાદઃ બિલિયોનર ઇન્વેસ્ટર અને ડી-માર્ટ ચલાવતી સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીએ બેંગલુરુ સ્થિત બ્યૂટી અને પર્સનલ કેપ રિટેલર હેલ્થ એન્ડ ગ્લોની રૂ. 700-750 કરોડમાં ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. તેમણે રાજન રાહેજા અને હેમેન્દ્ર કોઠારીની ફેમિલી ઓફિસીસ પાસેથી આ ખરીદી કરી છે એમ રિપોર્ટમાં જણાવાયું છે.
રાજન રાહેજા એક ઉદ્યોગપતિ છે અને સિમેન્ટ, ટાઈલ્સ, ફાઇનાન્સિયલ સર્વિસિઝ, ઓટોમોટિવ્સ અને ઇન્શ્યોરન્સ સહિતના સેક્ટર્સમાં બિઝનેસ ધરાવે છે. તેમના કેબલ ટીવી વેન્ચર હેથવેએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને બહુમતી હિસ્સાનું વેચાણ કર્યું હતું. જ્યારે વેટર્ન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હેમેન્દ્ર કોઠારી ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સુકાની છે. તેઓ 15 બિલિયન ડોલરની એસેટ્સ મેનેજ કરી છે.
બ્લેકરોકની સ્થાપનાના 10 વર્ષ પછી તેમણે વોલ સ્ટ્રીટ એસેટ મેનેજર્સનો હિસ્સો પરત ખરીદ્યો હતો. 1995માં તેમણે મેરીલ લિંચ સાથે ભાગીદારી કરી હતી. જોકે 2005થી 2009 દરમિયાન તબક્કાવાર તેમાંના 57 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું.
ચેન્નાઈમાં હેડ ક્વાર્ટર ધરાવતી હેલ્થ એન્ડ ગ્લોની 1997માં સ્થાપના કરવામાં આવી હતી. જે હાલમાં બેંગલુરુ, મેંગલુરુ, પૂણે, મુંબઈ, કોચીન, કોલકાતા, ભોપાલ, ભુવનેશ્વર અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 175 સ્ટોર્સ ચલાવે છે. 2022-23માં કંપનીએ રૂ. 370 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે તેનું એબિટા માર્જિન 15 ટકા જોવા મળતું હતું.
અગાઉ કંપનીનું મેનેજમેન્ટ જણાવી ચૂક્યું છે કે તેઓ કંપનીને દેશવ્યાપી બાન્ડ બનાવવા ઇચ્છે છે. જોકે, આમ કરવું એક પડકાર બની રહ્યું છે. તેઓ પર્સનાલાઇઝેશન ઓમ્નીચેનલ નેટવર્ક ઊભું કરવા પર ભાર આપી રહ્યાં છે.