મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એપ્રિલ-જૂન ક્વાર્ટરની આવક રૂ. 2,31,132 કરોડ થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં તેની આવક 72.42 લાખ કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ 5.9 ટકા ઘટીને રૂ. 18,258 કરોડ થયો હતો. બીજી તરફ કન્ઝ્યુમર બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ અને ઓઈલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં વોલ્યૂમમાં વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 5.1 ટકા વધીને 41,982 કરોડ થયો હતો. કંપનીએ આ સાથે શેરદીઠ 9નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ઓપરેટિંગ પ્રોફિટ નોંધપાત્ર વધીને 41,982 કરોડ થયો હતો. કન્ઝ્યુમર અને અપસ્ટ્રીમ બિઝનેસમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે તેમાં વધારો થયો હતો. ફ્યૂઅલ ક્રેક્સમાં ઘટાડાને કારણે ઓઈલ-ગેસ બિઝનેસ પર અસર થઈ હતી. ટેલિકોમમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં વધારો અને ડિજિટલ સર્વિસીઝમાં વૃદ્ધિ નોંધપાત્ર રહી હતી. રિટેલ બિઝનેસમાં પણ ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર વધારો થયો હતો અને નફાકારકતામાં પણ સુધારો થયો હતો. ઓઈલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં ઉત્પાદન વધતા અને રિયલાઈઝેશન વધતા કંપનીનો કુલ ઓપરેટિંગ પ્રોફિટ વધ્યો હતો.