આપના લોકપ્રિય એશિયન ન્યૂઝ સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું વેચાણ કરતી બે ડઝન જેટલી સ્વતંત્ર દુકાનો ખાતે બન્ને અખબારોના વિતરણ સંબંધે ભારે ચિંતા અને ફરિયાદોને પગલે અમે હવે લેસ્ટરના વાચક મિત્રોની સેવા કરવા નવી વિતરણ વ્યવસ્થા કરવા મજબૂર બન્યા છીએ.
લેસ્ટર ખાતે આવેલ સ્વતંત્ર દુકાનોને યુરોપ એન્ટરપ્રાઈસીસના શ્રી રાજ સુરાણી દ્વારા અખબારના વિતરણની સેવા અપાતી હતી. પરંતુ કમનસીબે છેલ્લાં કેટલાંક મહિનામાં વ્યવસ્થા તંત્ર વધુ કાર્યક્ષમ અને વ્યવસ્થિત બનાવવા અમે શક્ય તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં સુજ્ઞ વાચક મિત્રોને નિયમીત અને સમયસર અખબારો પહોંચાડવામાં સફળતા મળી નહોતી. આથી અમારે ભારે દિલગીરી સાથે ઉપરોક્ત વ્યક્તિ અને કંપની મારફત 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ની વિતરણ વ્યવસ્થાનો અંત લાવવાની ફરજ પડી હતી. કમનસીબે, 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' અખબારો પૂરા પાડવામાં આવતા હતા તે દુકાનોના નામ, સરનામા તેમજ અન્ય સંબંધિત વિગતો અમને આપવામાં મિ. સુરાણી નિષ્ફળ રહ્યા છે.
પ્રિય દુકાનદાર વિતરક ભાઈઓ, જુલાઈ ૨૦૧૫થી અમે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના લેસ્ટરના રીટેઈલર્સ માટે નવી વિતરણ વ્યવસ્થા શરુ કરી રહ્યા છીએ. 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના વેચાણ દ્વારા આપના રોજબરોજના વ્યાપાર ધંધા સાથે આપણી ભાષા અને સંસ્કૃતિના પ્રસાર અને પ્રચાર માટે નિમિત્ત બનવાનો તેમજ 'ગુજરાત સમચાર અને એશિયન વોઇસ' પરિવારના સદસ્ય બનવાનો લાભ મળશે. આપને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'નું વેચાણ કરવામાં રસ હોય તો અમને આપના સહકારની જરૂર છે. મહેરબાની કરી આપની શોપ્સના સરનામા અને ફોન નંબર સાથે આજે જ અમારા કાર્યાલય ખાતે શ્રી અર્જુન ચોક્સીનો ઇમેઇલ [email protected] કે ફોન નં. 020 7749 4087 (O) અથવા 07745 794 885 (M) ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
અમારા વાચકોને શક્ય પ્રમાણમાં કાર્યક્ષમ સેવા મળે તેની ચોકસાઈ સાથે અમારા ન્યૂઝ સાપ્તાહિકો આપ સર્વે સુધી પહોંચાડવામાં અમે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડવા બદલ અમે ફરી દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે બનતી ત્વરાએ આપને સેવા આપવા આતુર છીએ.
આપનો આભારી,
સી.બી. પટેલ
પ્રકાશક / તંત્રી
ગુજરાત સમાચાર / એશિયન વોઈસ