નવી દિલ્હીઃ બ્રિટનની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન આગામી નાણાકીય વર્ષમાં વોડાફોન ઇન્ડિયા માટે ચાર બિલિયન ડોલર ઊભા કરવા આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. જાહેર ભરણા માટે દસ્તાવેજો અને માર્ગદર્શિકા તૈયાર કરવા વોડાફોને એનએમ રોધચાઈલ્ડ કંપનીને કામ સોંપ્યું છે. અહેવાલો પ્રમાણે જાહેર ભરણાની તમામ તૈયારી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. જોકે આ અંગે વોડાફોનના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ટીવી ચેનલ સીએનબીસી ટીવી૧૮ના અહેવાલ પ્રમાણે રોધચાઇલ્ડ કંપની ઓગસ્ટ ૨૦૧૫ સુધીમાં વોડાફોનને રિપોર્ટ સોંપી દેશે. જેથી પેરેન્ટ કંપનીને વોડાફોન ઇન્ડિયાનું સાચું મૂલ્યાંકન મળી રહે.