લંડનની સીટી બોન્ડ ટ્રાવેલ્સને તેના વેચાણ માટેની સિધ્ધીઅો બદલ સતત સાતમી વખત જેટ એરવેઝનો 'સેલ્સ રેક્ગનાઇઝેશન એવોર્ડ' બુધવાર તા. ૨ માર્ચ ૨૦૧૬ના રોજ એનાયત કરાયો હતો.
સીટી બોન્ડ ટ્રાવેલની સ્થાપના ૧૯૭૪માં થઇ હતી અને તેની અોફિસો લંડન, લેસ્ટર અને સ્ટેનમોરમાં આવેલી છે. સીટીબોન્ડ ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરતા લોકોને સંપૂર્ણ સમર્પિત અને પ્રોફેશનલ સેવાઅો આપવામાં આવે છે. સીટીબોન્ડ ટ્રાવેલ્સ ખાતે ટેયલરમેડ હોલીડેઝ, વિશ્વવ્યાપી બિઝનેસ અને એથનીક ટ્રાવેલ, કોન્ફરન્સ,વેડિંગ અને હનીમુન માટે ટુરનું આયોજન કરી આપવામાં આવે છે.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી કોલિન ન્યુબ્રોનર (સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટીંગ અને સેલ્સ, જેટ એરવેઝ) રાજીવ શાહ (ડાયરેક્ટર, સીટીબોન્ડ ટ્રાવેલ), હિતેશ મહેતા (ડાયરેક્ટર, સીટીબોન્ડ ટ્રાવેલ) અને લીડીયા નજરેથ (જનરલ મેનેજર, યુકે અને આયર્લેન્ડ, જેટ એરવેઝ) નજરે પડે છે.
વધુ માહિતી માટે સંપર્ક: 0208 204 5100 email: [email protected], Website: www.citibond.co.uk