નવી દિલ્હીઃ લિસ્ટેડ કંપનીઓના બીજા ત્રિમાસિક (Q2) ગાળાના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે જે રોકાણકારોના પોર્ટફોલીઓમાં બેન્ક્સના શેર/સ્ટોક્સ હોય તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ (NPAs) વિશે જાણકારી મેળવી લેવી મહત્ત્વની ગણાય. ટ્રેન્ડલાઈન ડેટા મુજબ પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સિટી યુનિયન બેન્કનો સૌથી ઊંચી NPAs ધરાવતી બેન્ક્સમાં સમાવેશ થાય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અનુસાર કોઈ પણ બેન્ક માટે લોન અસ્ક્યામત કે એસેટ ગણાય છે કારણકે તેમાંથી તેને વ્યાજની આવક પ્રાપ્ત થાય છે. જો બેન્કને કોઈ પણ એડવાન્સ કે લોન્સમાંથી 90 કે વધુ દિવસ સુધી વ્યાજની આવક કે મુદ્દલ રકમ પ્રાપ્ત ન થાય તો તો તે બેડ લોન્સ કે નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે ઓળખાય છે.
સિટી યુનિયન બેન્ક દ્વારા નાણાકીય વર્ષ 2024ના Q1 માં જાહેર કરાયેલી નેટ NPA 2.51 ટકા હતી જે નાણાવર્ષ 23ના Q4માં 2.36 ટકા હતી. પીઈ સ્ટોક રેશિયો 11.1 અને માર્કેટ કેપ રૂ. 10,425 કરોડ હતી.
પંજાબ નેશનલ બેન્ક દ્વારા નાણાકીય વર્ષ 2024ના Q1 માં 1.98 ટકાની નેટ NPA જાહેર કરાઈ હતી. બેન્કનો પીઈ સ્ટોક રેશિયો 19 હતો જ્યારે તેની માર્કેટ કેપ રૂ. 83,739 કરોડ હતી.
બંધન બેન્કે 2024ના પહેલા ક્વાર્ટરમાં 2.18 ટકાની નેટ NPA જાહેર કરી હતી જે નાણાવર્ષ 23ના ચોથા ક્વાર્ટરમાં 1.17 ટકા હતી. બેન્કનો પીઈ સ્ટોક રેશિયો 19.75 હતો જ્યારે તેની માર્કેટ કેપ રૂ. 40,071 કરોડ હતી.
બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2024ના Q1 માં 1.65 ટકાની નેટ NPA જાહેર કરાઈ હતી. બેન્કનો પીઈ સ્ટોક રેશિયો 9.25 અને તેની માર્કેટ કેપ રૂ. 43,867 કરોડ હતી.
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2024ના Q1 માં 1.58 ટકાની નેટ NPA જાહેર કરાઈ હતી. બેન્કનો પીઈ સ્ટોક રેશિયો 6.98 હતો જ્યારે તેની માર્કેટ કેપ રૂ. 77,164 કરોડ હતી.
ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક દ્વારા નાણાકીય વર્ષ 2024ના Q1 માં 0.1.44 ટકાની નેટ NPA જાહેર કરાઈ હતી. બેન્કનો પીઈ સ્ટોક રેશિયો 37.89 હતો જ્યારે તેની માર્કેટ કેપ રૂ. 83,927 કરોડ હતી.