સૌથી ખર્ચાળ શહેરોમાં સિંગાપુર પ્રથમ, લંડન બીજું

Saturday 07th March 2015 07:18 EST
 

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે એશિયામાં છેલ્લા ૧૨ મહિનામાં રહેણીકરણી ખૂબ મોંઘી થઈ ગઈ છે, પણ જાપાનનું ટોકિયો શહેર આ સર્વેના આંકડામાં પાછળ પડી ગયું છે. સર્વેમાં વિશ્વનાં વિવિધ શહેરોમાં ટ્રાન્સપોર્ટેશન, સર્વીસ અને ગુડ્સના દરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરોની રિટેલ શોપમાં મળતી ચીજવસ્તુઓના ભાવોની પણ નોંધ લેવામાં આવી હતી.
આ સર્વેમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ જેવા દેશો વિશ્વનાં સૌથી સસ્તાં શહેરો ધરાવતા દેશોમાં સ્થાન પામ્યાં છે, જેમાં ભારતનાં ચાર શહેરોને વિશ્વનાં સૌથી સસ્તાં શહેરોમાં સ્થાન મળ્યું છે. આ સર્વે કરનાર કંપનીના એડિટર જોન કોપેસ્ટેકે કહ્યું હતું કે, આ સર્વેમાં વિશ્વમાંથી ટોપ ફાઈવમાં કયાં શહેરોને સામેલ કરવાં તે અમારા માટે ખૂબ મુશ્કેલીભર્યું કામ હતું.
વિશ્વના સૌથી સસ્તા શહેરોમાં કરાચી (પાકિસ્તાન), બેંગાલૂરુ (ભારત), કારાકાસ (વેનેઝુએલા), મુંબઇ (ભારત), ચેન્નઈ (ભારત), નવી દિલ્હી (ભારત), તહેરાન (ઈરાન), દમાસ્કસ (સીરિયા), કાઠમંડુ (નેપાળ) અને
અલ્જિયર્સ (અલ્જરિયા)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter