સૌથી વધુ કમાતી સેલિબ્રિટીસની યાદીમાં બચ્ચન, સલમાન, ધોની

Monday 06th July 2015 07:07 EDT
 
 
ન્યૂ યોર્કઃ વિશ્વપ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રસિદ્ધ થયેલી વિશ્વના ૧૦૦ સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટીસની યાદીમાં મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૫ની આ યાદીમાં અમેરિકાનો બોક્સર મેવેદર ટોચના સ્થાને છે. મેવેદરની ૩૦ કરોડ ડોલરની કમાણી છે, જ્યારે બીજા તેનો પ્રતિસ્પર્ધી બોક્સર છે - મેની પેક્વિયાઓ. તેની વાર્ષિક કમાણી ૧૬ કરોડ ડોલર છે.
‘સેલિબ્રિટીસ ૧૦૦: ધ વર્લ્ડ્સ ટોપ પેઈડ એન્ટરટેઈનર્સ ૨૦૧૫’ની યાદી અનુસાર, મનોરંજન ક્ષેત્રના વિશ્વના સૌથી ધનવાનોમાં ‘બિગ બી’ અને સલમાન ખાન બન્ને ૭૧મા ક્રમે છે. બન્નેની કમાણી એકસમાન છે - ૩.૩૫ કરોડ ડોલર. યાદીમાં અક્ષય કુમાર ૩.૨૫ કરોડ ડોલરની કમાણી સાથે ૭૬મા ક્રમે છે. જ્યારે ધોનીની કમાણી ૩.૧ કરોડ ડોલર છે અને તે યાદીમાં ૮૨મા ક્રમ પર છે. બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન તેમ જ અન્ય કોઇ ભારતીય અભિનેત્રી આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. ‘ફોર્બ્સ’ દ્વારા ૧૯૯૯થી દર વર્ષે ૧૦૦ સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટીસની યાદી જાહેર કરવામાં આવે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter