લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા તાજેતરમાં બેઝ રેટ વધારવાની જાહેરાતના પગલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિ. દ્વારા પણ વિવિધ પ્રોડક્ટ્સ માટે વ્યાજ દરોમાં વધારો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો દર 35bps થી 100bps સુધીનો છે અને નવા દર 22 જૂન 2022થી અમલી બનાવાયા છે.
નવા ઈન્ટરેસ્ટ રેટ્સ આ મુજબ છેઃ Instant Access – 0.75 ટકા, 35 દિવસની નોટિસ-1.05 ટકા, Flexi ISA -0.95 ટકા અને Limited Access – 0.95 ટકા.
ફિક્સ્ડ ડિપોઝીટ્સ માટેના વ્યાજદર પણ બદલાયા છેઃ 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ્સ- 2.30 ટકા, 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ્સ- 2.55ટકા, 3 વર્ષ અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ્સ માટે 2.80ટકા જ્યારે 5 વર્ષની ગ્રીન ડિપોઝીટ્ માટેના દર હવે 2.85 ટકા રહેશે.
ISAs માટેના દરઃ 2 વર્ષ માટે 2.25 ટકા જ્યારે 3 વર્ષ અને 5 વર્ષ બંને માટે 2.50 ટકાનો દર રહેશે.
SBI Ukના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજય પાન્ડેએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘અમારી બેન્કે માર્કેટને સુસંગત અને અમારા મૂલ્યવાન ગ્રાહકોને ભારે સ્પર્ધાત્મક દરોએ આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પો પુરા પાડવા માટે રેટ્સમાં સુધારો કર્યો છે.’