વોશિંગ્ટનઃ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વીસીસ (USCIS) દ્વારા જણાવાયા અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ H-1B અને L-1 વિઝાધારકોના જીવનસાથીઓની વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળા મુદ્દે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ પરિવર્તન 13 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને 4 મે, 2022 અથવા તે બાદ દાખલ કરાયેલી અરજીઓ પર તે લાગુ પડશે. આ વિસ્તારનો આશય પ્રોસેસિંગમાં થતા વિલંબને કારણે કામમાં આવતી અડચણો રોકવાનો છે. આ સુધારાથી ભારતીયોને ખુબ ફાયદો થશે.
આ સુવિધા માટે લાયક મનાતા લોકોમાં H-1B વિઝાધારકો (H-4 વિઝા) અને IL-1 વિઝાધારકો (L-ર વિઝા)ના ગ્રીનકાર્ડ ઇચ્છતા જીવનસાથીઓ માટે છે. હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી અમેરિકન અર્થતંત્રે 1.6 કરોડ કરતાં વધારે નોકરીઓનું સર્જન કર્યુ હતું અને ગૃહ સુરક્ષા મંત્રાલય વ્યવસાયોને તે જગ્યાઓ ભરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.