વોશિંગ્ટનઃ ભારતીય આઇટી કંપનીઓને અમેરિકાથી એચ-1બી વિઝા મેળવવા માટે ૪૦૦૦ ડોલર વધુ ચૂકવવા પડશે. હવે આઇટી કંપનીઓ માટે અમેરિકી વિઝા મેળવવાનું બહુ મોંઘું થઇ જશે. ડિસેમ્બર ૨૦૧૫માં પાસ થયેલા કાયદાને હવે લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ એલ-1 વિઝા મેળવવા માટે અરજી કરનારાઓને ૪૫૦૦ ડોલર વધુ આપવા પડશે. કાયદો ૨૦૨૫ની ૩૦મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. અમેરિકાની ફેડરલ સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સેવા (યુએસસીઆઇએસ)ની વેબસાઇટ પર વધારવામાં આવેલી ફીની વિગતો આપવામાં આવશે.
એચ-1બી અને એલ-1 વિઝા કોને આપવામાં આવે છે
એચ-1બીવિઝા કાર્યક્રમ અમેરિકી વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓને રોજગારના હેતુએ અમેરિકામાં આવીને વ્યાવસાયિક તજજ્ઞો પ્રાયોજિત કરવાની હેતુ ક્ષમતા આપે છે. એલ-1 વિઝા એવી કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવે છે, જેમની ઓફિસ અમેરિકા અને વિદેશ એમ બંને જગ્યાએ હોય છે.